News Continuous Bureau | Mumbai
કરણ જોહર તેના શો કોફી વિથ કરણ(Koffee with karan) સાથે પાછો ફર્યો છે. આ શોમાં, તે બોલિવૂડની હસ્તીઓ સાથે વાતચીત કરે છે અને તેમના અંગત જીવન (personal life)ના રહસ્યો ખોલે છે. છેલ્લા 18 વર્ષથી તે આ શોને હોસ્ટ કરી રહ્યો છે અને કલાકારો સાથે જોડાયેલી રસપ્રદ વાતો લોકો સુધી પહોંચાડી રહ્યો છે. આ શોમાં સેલિબ્રિટી (celebrity)એવી વાતો કહે છે, જે ભાગ્યે જ તેમના ચાહકો જાણતા હોય છે. આલિયા ભટ્ટ અને રણવીર સિંહે કોફી વિથ કરણના પ્રથમ એપિસોડમાં ધમાલ મચાવી હતી.હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે,આ શોમાં ગૌરી ખાન (Gauri Khan)પણ જોવા મળશે. શોની સાતમી સિઝનમાં ગૌરી ખાન ઉપરાંત ભાવના પાંડે અને મહિપ કપૂર પણ જોવા મળશે. ગૌરી ખાન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ શોમાં તેના પુત્ર આર્યન ખાનના ડ્રગ કેસ(Aryan Khan drug case) વિશે પણ વાત કરી શકે છે.
કરણ જોહરનું શાહરૂખ ખાન સાથે ખૂબ જ સારું બોન્ડિંગ(bonding) છે. તેથી સ્વાભાવિક છે કે તેની ગૌરી ખાન સાથે પણ સારી મિત્રતા છે. એવું પણ કહેવાય છે કે કરણ ગૌરીને પોતાની મોટી બહેન(elder sister) માને છે. કરણે પોતાની અને શાહરૂખની મિત્રતા વિશે ઘણી વખત જાહેરમાં સ્વીકાર પણ કર્યો છે. આવી સ્થિતિમાં, જ્યારે ગૌરી ખાન કોફી વિથ કરણમાં આવશે, ત્યારે તે આર્યનના કેસ વિશે પણ વાત કરી શકે છે.જણાવી દઈએ કે આર્યન ડ્રગ્સ કેસ બાદ ગૌરી ખાન મીડિયાથી દૂર રહે છે. આવી સ્થિતિમાં, જો તે શોમાં કરણ સાથે વાત કરશે, તો ઘણા ચાહકો તેના વિશે જાણશે, આર્યન ખાન ડ્રગ્સ કેસ ને લઇ ને ખુલાસા થશે.
આ સમાચાર પણ વાંચો : અનુપમા શોમાં થવા જઈ રહ્યો છે ચોંકાવનારો ધમાકો-અનુપમા સામે ખુલશે ઘરના આ સદસ્ય નું મોટું રહસ્ય-જાણો અનુપમા માં આવનાર ટ્વિસ્ટ વિશે
તમને જણાવી દઈએ કે, આર્યન ખાન ગયા વર્ષે ક્રૂઝ ડ્રગ્સ (cruze drug case)કેસમાં ફસાયો હતો. આ કારણે તેને પોલીસ કસ્ટડીમાં (police custody)પણ લેવામાં આવ્યો હતો અને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. મહિનાઓની કાનૂની લડાઈ બાદ NCBએ ગયા મહિને આર્યનને ક્લીનચીટ આપી હતી. પુરાવાના અભાવે આર્યનને આ કેસમાં રાહત મળી છે. આ પછી આર્યન ખાને સ્પેશિયલ કોર્ટ પાસે પોતાનો પાસપોર્ટ પરત કરવાની માંગ કરી હતી. બુધવારે આ અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેના પર કોર્ટનો નિર્ણય આવ્યો છે.મુંબઈની (Mumbai)વિશેષ અદાલતે આર્યન ખાનનો પાસપોર્ટ પરત કરવાનો નિર્દેશ આપ્યો છે.