ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
બૉલિવુડની બ્યુટી ક્વીન રેખા સ્ટાર પ્લસનો શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના નવા પ્રોમોમાં નજર આવશે. પ્રોમોમાં રેખા નવા વળાંક વિશે ઇશારો કરી રહી છે. જે વિરાટ અને પત્રલેખાની જિંદગીમાં આવવાનો છે. આ શોમાં સમ્રાટના પાછા ફરવાને કારણે કેટલાક વળાંકો આવવાના છે. સાઈ-રેખા પ્રોમોમાં કાંજીવરમ્ સાડી અને ઝૂમખાંમાં સુંદર લાગી રહી છે. રેખા પ્રોમોમાં પ્રેમ અને ફરજની વાતો કરતી નજર આવશે.
‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પછી ‘બૈજુ બાવરા’ને લઈને ચર્ચામાં સંજય લીલા ભણસાલી; કૌન બનેગા બૈજુ બાવરા?
એક મીડિયા હાઉસના રિપૉર્ટ મુજબ શોમાં સમ્રાટની રી-એન્ટ્રીથી વળાંક આવવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પત્રલેખા વિરાટને પ્રેમ કરે છે એ જાણ્યા બાદ સમ્રાટ નિર્ણય કરશે કે તેને છૂટાછેડા આપવા કે નહીં. વિરાટે વચન આપ્યું હતું કે જીવનભર તેનો મિત્ર બનીને રહેશે, પરંતુ હવે તેના ઉપર તેની દેખભાળ કરવાની જવાબદારી પણ આવી ગઈ છે. અહીં વિરાટને સાઈ સાથે પ્રેમ થઈ ગયો છે. ભાવનાઓની આ ઊથલપાથલ કહાનીમાં દિલચસ્પ વળાંક લાવશે.