લો બોલો, સર્ચ ઈન્જીન ગુગલમાં કેટરિના કૈફના ભાઈને સર્ચ કરતા આવે છે આ ગોલ્ડ મેડાલિસ્ટ સ્વિમરનો ફોટો; જાણો વિગતે 

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

બુધવાર.

 ગુગલ પર કેટરિનાના ભાઇની ઓળખ માટે સર્ચ કરવામાં આવે છે તો સર્ચ એન્જિન ઓલમ્પિક્સ ગોલ્ડ મેડાલિસ્ટ સ્વિમર માઇકલ ફેપ્સને કેટરિનાના ભાઇ તરીકે ઓળખાવે છે. કેટરિનાને ત્રણ મોટી બહેન, ત્રણ નાની બહેન અને એક મોટો ભાઇ છે.  ઇન્સ્ટાગ્રામ પર કેટરિનાના ભાઇનું નામ સેબેસ્ટિન લોરેન માઇકલ તરીકે છે. તેણે કેટરિના સહિત પોતાની અન્ય બહેનો સાથેની તસવીર પણ શેર કરી છે.  રિપોર્ટસના અનુસાર કેટરિનાના લગ્નમાં તેનો ભાઇ સેબેસ્ટિન લોરેન માઇકલ  તેનો બેસ્ટમેન થવાનો છે.તે કેટરિનાના લગ્નમાએક નાનકડી વિધી કરવાનો છે  જેમાં તે ં ટોસ્ટ કરશે અને કેટરિના અને વિક્કી માટે એક સ્પીચ આપશે. તે મુંબઇ આવ્યો છે ત્યારથી તેની બહેનને લગ્નના કામકાજમાં મદદ કરી રહ્યો છે.  કેટરિનાની મુલાકાત માઇકલ ફેપ્સ સાથે ૨૦૧૯ની સાલમાં થઇ હતી. ત્યારે તેણે આ ગોલ્ડ મેડાલિસ્ટ માટે એક સુંદર સંદેશો શેર કર્યો હતો.કેટરિના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન હાલ ચર્ચામાં છે. આ યુગલ રાજસ્થાનના સવાઇ મોધોપુરમાં ૯ ડિસેમ્બરના રોજ લગ્ન કરવાના છે. જાેક  કેટરિનાના ભાઇથી લોકો બહુ પરિચિત નથી, પરંતુ એક વાત નક્કી છે કે, ગુગલ પણ તેના ભાઇની ઓળખમાં ગોથું ખાઇ ગયું છે.

બોલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી પણ હવે કરશે  ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ, અભિનેતા સાથે વેબ સીરીઝમાં આ અભિનેત્રી પણ જોવા મળશે; જાણો વિગતે 

 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *