News Continuous Bureau | Mumbai
જાણીતા ગુજરાતી અભિનેતા રસિક દવે નું નિધન(Rasik Dave death) થયું છે. તેમને ગઈકાલે રાત્રે 8:00 વાગે મુંબઈમાં (Mumbai)અંતિમ શ્વાસ લીધા હતા. તેમની ઉંમર 65 વર્ષ ની હતી. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને પ્રેમથી રસિકભાઇ કહીને બોલાવતા હતા. મળતી માહિતી મુજબ તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં(Mumbai Hospital) બે વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ(dialysis) પર હતા. તેમની બંને કિડની ફેલ (kidney fail)થઈ ગઈ હતી. તમને દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે જવું પડતું હતું, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી તેમની તબિયત વધુ બગડી હતી અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
રસિકદવે એ તેમના અભિનય ની કારકિર્દી ની શરૂઆત ગુજરાતી ફિલ્મ(Gujarati film) ‘પુત્રવધુ’થી કરી હતી. તેમણે ગુજરાતી અને હિન્દી એવી બે અલગ અલગ ભાષાઓમાં કામ કર્યું હતું. તેઓ ફેમસ સિરિયલ મહાભારત(Mahabhart Nand) માં તેમના નંદના પાત્ર માટે જાણીતા છે. તેમણે ઘણી ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મો,નાટકો,અને સિરિયલ માં કામ કર્યું છે. તેમણે અનેક ગુજરાતી નાટકો પણ બનાવ્યા છે. તેઓ સોની ટીવીના સૌથી લાંબા ચાલેલા શો ‘એક મહેલ હો સપનો કા” (Ek mahal ho sapno ka)માં જોવા મળ્યા હતા. આ શો સો એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો હતો.
આ સમાચાર પણ વાંચો: ક્યાં છે સીઆઈડીના સિનિયર ઈન્સ્પેક્ટર અભિજીત-ચાહકોએ તેના કમબેક પર આપી આવી પ્રતિક્રિયા
તેમના પત્ની કેતકી દવે (Ketki Dave)પણ જાણીતી અભિનેત્રી છે, જેઓ ‘ક્યોં કી સાસ ભી કભી બહુ થી’ સીરીયલ માં તેમના દક્ષા વિરાણી ના પાત્ર માટે જાણીતા છે.રસિક દવે એ તેમના પત્ની કેતકી દવે સાથે ડાન્સ રિયાલિટી શો નચ બલિયે(Nach baliye) માં પણ ભાગ લીધો હતો. કેતકીના માતા સરિતા જોષી(Sarita Joshi) પણ પીઢ અભિનેત્રી છે. તેમના પિતા સ્વ. પ્રવીણ જોષી થિયેટર ડિરેક્ટર હતા.આ દંપતી ને એક પુત્રી છે રિદ્ધિ દવે (Riddhi Dave)જે એક જાણીતી અભિનેત્રી છે.