ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
બૉલિવુડના જાણીતા ડિરેક્ટર હંસલ મહેતાની ફિલ્મથી સ્વ. શશિ કપૂરનો પૌત્ર ઝહાન કપૂર બૉલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મને અનુભવ સિંહા પ્રોડ્યુસ કરશે.
હંસલ મહેતાના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મમાં પરેશ રાવલનો દીકરો આદિત્ય રાવલ પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. આદિત્ય રાવલે 2020માં ફિલ્મ 'બમફાડ'થી બૉલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ઝહાન તથા આદિત્ય બંનેએ થિયેટરમાં કામ કરેલું છે. ઝહાન પૃથ્વી થિયેટર સાથે જોડાયેલો છે. આદિત્યે હિસ્ટોરિકલ પ્લે 'ધ ક્વીન' લખ્યું છે. આ ઉપરાંત આદિત્યે પિતા પરેશનાં નાટકોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે.
સૂત્રોના મતે, ઝહાનની ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. શૂટિંગ બાયોબબલમાં રહીને કરવામાં આવ્યું છે. આખી ટીમ મુંબઈની ફાઇવસ્ટાર હૉટેલમાં રોકાઈ છે.
હંગામા 2 ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, મૂંઝવણ વચ્ચે આ ફિલ્મ દર્શકોને ખૂબ હસાવશે ; આ તારીખે થશે રિલીઝ
ઝહાન કપૂર બૉલિવુડના દિગ્ગજ ઍક્ટર સ્વ. શશિ કપૂરના મોટા દીકરા કુનાલ કપૂરનો દીકરો છે.