ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021
શનિવાર
ભારતીય ક્રિકેટ ટીમના મહાન ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ સંબંધોની પિચ પર શાનદાર ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે. અત્યાર સુધી હાર્દિકનું નામ ઘણી સુંદરીઓ સાથે જોડાયેલું છે. આવો જાણીએ તે સુંદરીઓ કોણ છે
લીશા શર્મા

હાર્દિક પંડ્યાનું નામ સૌપ્રથમ કોલકાતાસ્થિત મૉડલ લિશા શર્મા સાથે જોડાયું હતું. બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતી. જોકે હાર્દિકે આ સંબંધને ક્યારેય ખુલ્લેઆમ સ્વીકાર્યો નથી.
ઈશા ગુપ્તા

હાર્દિક પંડ્યાનું દિલ બૉલિવુડની સુંદરી ઈશા ગુપ્તા પર પણ આવી ગયું હતું. વર્ષો પહેલાં બંનેએ એકબીજાને ડેટ કરી હતી. એવા અહેવાલો પણ હતા કે બંને ખૂબ જ જલદી લગ્ન કરવા જઈ રહ્યાં છે, પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધોને સાર્વજનિક કર્યા નથી.
એલી અવરામ
હાર્દિક પંડ્યાનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાયેલું હતું અને એમાં અભિનેત્રી એલી અવરામનું નામ પણ સામેલ છે. હાર્દિકના એલી સાથેના સંબંધોએ ભારે ચકચાર જગાવી હતી. બંનેએ સાથે મળીને ઘણી જાહેરાતોમાં કામ કર્યું. આ સમય દરમિયાન બંને વચ્ચેના સંબંધોમાં ઘણો વધારો થયો. એ સમયથી હાર્દિક અને એલીનાં નામ એકબીજા સાથે જોડવા લાગ્યાં.
પરિણીતી ચોપરા
અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે હાર્દિક પંડ્યાના સંબંધો વિશે પણ ચર્ચા થઈ હતી. બંને ઘણી વખત સાથે જોવા મળ્યાં હતાં અને બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ પર કૉમેન્ટ કરતાં હતાં. જોકે બંનેએ આ અફેરની વાતો હંમેશાં ટાળી હતી.
શિબાની દાંડેકર
અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાનું પ્રખ્યાત અભિનેત્રી અને મૉડલ શિબાની દાંડેકર સાથે પણ અફેર હતું. બંનેએ આ સમાચારને માત્ર અફવા ગણાવી હતી. શિબાની હાલમાં ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડ છે.
નતાશા સ્ટેનકોવિક

હાર્દિક પંડ્યાની વર્તમાન ગર્લફ્રેન્ડ અથવા મંગેતર નતાશા સ્ટેનકોવિક છે. બંનેએ ગયા વર્ષે તેમની સગાઈની જાહેરાત કરી હતી. લગ્ન પહેલાં બંનેને એક પુત્ર છે.