ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
પ્રખ્યાત રેપર હની સિંહ પર તેની પત્નીએ ગંભીર આરોપો લગાવ્યા છે. રેપરની પત્નીએ હની સિંહ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. આ કેસ સંદર્ભે હની સિંહ આજે એટલે કે 28 ઑગસ્ટના તીસ હજારી કોર્ટ સમક્ષ હાજર થવાના હતા, પરંતુ બીજી વખત પણ તે કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો. હની સિંહને બીજી વખત પણ આદેશનો અનાદર કરવા બદલ કોર્ટે ઠપકો આપ્યો છે.
કોર્ટે હની સિંહને આકરા શબ્દોમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. દિલ્હીની તીસ હજારી કોર્ટે 3 સપ્ટેમ્બરે 12.30 વાગ્યે હની સિંહને હાજર થવાનો આદેશ આપ્યો હતો એ જ સમયે હની સિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે હની સિંહ કોર્ટ સમક્ષ હાજર થઈ શકતો નથી. તેને તાવ છે એથી તે હાજર થઈ શક્યો નહીં. જો બીજી તારીખ આપવામાં આવે તો…
હની સિંહને છેલ્લી સુનાવણી દરમિયાન તેમની આવકનું સોગંદનામું દાખલ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હની સિંહ આજે ન તો કોર્ટમાં હાજર થયો અને ન તો તેણે આવકની વિગતો આપી. હની સિંહના વકીલે ખાતરી આપી કે આગામી સુનાવણીમાં હની સિંહ આવકની વિગતો સાથે ચોક્કસપણે હાજર થશે. બીજી બાજુ કોર્ટે તેનો વિરોધ કર્યો અને તેને હાજર થવા માટે કહ્યું. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.
અમિતાભ બચ્ચનના ઘરમાં પાણીની સમસ્યા? બિગ બીએ વિગતો શૅર કરીને ચાહકોની માગી માફી
હની સિંહની પત્ની શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં 'ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ' હેઠળ ગાયક વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. શાલિનીએ રેપર અને તેના પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.