ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ડિસેમ્બર 2021
શુક્રવાર
પાછલા કેટલાક વર્ષોથી હોલીવુડના ઘણા સ્ટાર્સે બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. ઘણા સ્ટાર્સ હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યા છે. આગામી સમયમાં પણ ઘણા હોલીવુડ સ્ટાર્સ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આમાંથી એક હોલીવુડ અભિનેત્રી સામંથા લોકવુડનું નામ પણ સામેલ છે. ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે હોલીવુડ અભિનેત્રી સામંથા લોકવુડ બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ હવે એક તસવીરે આ સમાચારોને લઈને ઉત્તેજના વધારી દીધી છે.
સામંથાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે રિતિક રોશન સાથે જોવા મળી રહી છે. આ તસવીરોમાં રિતિક રોશન સફેદ ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે, જ્યારે સામંથાએ પિંક કલરનું ડિઝાઈનર ટોપ પહેર્યું છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરો જોઈને ફરી એકવાર એવી અટકળો થઈ રહી છે કે બંને એક નવી ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે. તસવીરો શેર કરતાં સામંથાએ લખ્યું, 'ફિલ્મ પરિવારમાંથી આવતા અભિનેતાને મળવાથી ઘણો આનંદ થાય છે.'
200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી બનશે સરકારી સાક્ષી, ખુલી શકે છે ઘણા રહસ્યો; જાણો વિગત
હૃતિક રોશનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે સિદ્ધાર્થ આનંદની 'ફાઈટર'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ છે. હૃતિક અને દીપિકા પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. 'ફાઇટર' એક એક્શન ફિલ્મ છે જેની વાર્તા સશસ્ત્ર દળો સાથે જોડાયેલી છે.આ સિવાય રિતિક રોશન 'વિક્રમવેધ'માં જોવા મળશે. આ ફિલ્મમાં હૃતિક રોશન અને સૈફ અલી ખાન પણ પહેલીવાર સાથે જોવા મળશે. તે દક્ષિણ ભારતીય ફિલ્મની રિમેક છે જેમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. જો કે, હૃતિકના ચાહકો માટે તે જાણવું રસપ્રદ રહેશે કે તે સામંથા લોકવુડ સાથે કયા પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો છે.