News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાઈલિશ અને પ્રતિભાશાળી એક્ટર રિતિક રોશન આ દિવસોમાં પોતાના પ્રોફેશનલ કરતા પણ વધુ અંગત જીવનના કારણે ચર્ચામાં છે. અહેવાલો સૂચવે છે કે હૃતિક રોશન અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે.બંને મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર એક સાથે જોવા મળ્યા હતા. જો કે સબા આઝાદે શરૂઆતમાં પોતાનો ચહેરો છુપાવ્યો હતો, પરંતુ લોકો માટે તેને ઓળખવી ખૂબ મુશ્કેલ હતી. તાજેતરમાં, સબા આઝાદની તબિયત બગડ્યા પછી, હૃતિક રોશનના પરિવારે તેની ખૂબ કાળજી લીધી હતી.રિતિક રોશન અને સબા આઝાદ તેમના સંબંધો પર મૌન જાળવી રહ્યા છે. બંનેમાંથી કોઈએ આ સંબંધ વિશે ખુલીને વાત કરી નથી. ઘણા લોકોએ બંનેના લગ્નની અટકળો શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં રિતિક રોશનના એક નજીકના મિત્રએ લગ્નને લઈને મોટો ખુલાસો કર્યો છે.
એક મીડિયા હાઉસ સાથે વાત કરતા રિતિક રોશન અને સબા આઝાદના એક નજીકના મિત્રએ કહ્યું, “બંને એકબીજાને પસંદ કરે છે. એટલું જ નહીં, અભિનેતાના પરિવારને પણ સબાનો સ્વભાવ પસંદ છે. રિતિક રોશનના પરિવારને સબાની સિંગિંગ પણ ખુબ પસંદ છે.જો કે, થોડા સમય માટે જ્યારે સબા રિતિક ના ઘરે ગઈ ત્યારે તેણે ત્યાં એક મ્યુઝિક સેશન પણ રાખ્યું અને તેના પરિવારને તે ખૂબ ગમ્યું. રિતિક અને સબા ભલે સાથે હોય પરંતુ તેમને કોઈ ઉતાવળ નથી.
આ સમાચાર પણ વાંચો : ઋષિ કપૂર ના ફેન્સ માટે સારા સમાચાર,અભિનેતા ની છેલ્લી ફિલ્મ 'શર્મા જી નમકીન' આ દિવસે થશે રિલીઝ
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ કપલ છેલ્લા 2-3 મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જો કે એ વાત સાચી નથી કે બંને એક ડેટિંગ એપ પર મળ્યા હતા. બંનેની મુલાકાત ટ્વિટર પર થઈ હતી, જ્યારે રિતિક રોશને એક વીડિયો લાઈક કર્યો અને શેર કર્યો ત્યારે બંને વચ્ચે નિકટતા વધવા લાગી. જેમાં સબા ફ્રી હતી, જેના માટે સબાએ ડાયરેક્ટ મેસેજ દ્વારા તેનો આભાર માન્યો હતો અને પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું હતું.