News Continuous Bureau | Mumbai
22મી ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ સમારંભ મુલતવી રાખવામાં આવ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના અવસાન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અબુ ધાબીમાં (Abu Dhabi) થવાનો હતો. IIFAના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પરથી UAEના રાષ્ટ્રપતિના નિધન પર શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. અગાઉ આઈફા એવોર્ડ (IIFA award) સમારોહ માર્ચમાં યોજાવાનો હતો, પરંતુ કોરોનાને (Corona)લઈને સાવચેતી રાખીને તારીખો લંબાવવામાં આવી હતી.
With the sad news of His Highness Sheikh Khalifa Bin Zayed Al Nahyan, President of UAE passing away we share our deepest condolences with his family and the people of UAE. May God have mercy on him and grant him eternal peace. pic.twitter.com/tnd5JSBF6m
— IIFA (@IIFA) May 14, 2022
20 અને 21 મેના રોજ એવોર્ડ સમારોહ યોજાવાનો હતો. હવે આ ઈવેન્ટ 14, 15 અને 16 જુલાઈએ અબુ ધાબીમાં (Abu Dhabi) થશે. આઈફાએ રાષ્ટ્રપતિના નિધન પર ટ્વીટ કર્યું કે 'સંયુક્ત આરબ અમીરાતના (UAE)રાષ્ટ્રપતિ હિઝ હાઈનેસ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનના નિધન પર દુઃખ છે. અમે તેમના પરિવાર અને સંયુક્ત આરબ અમીરાતના લોકો સાથે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ભગવાન તેમને શાંતિ આપે.' UAE ના રાષ્ટ્રપતિનું શુક્રવારે નિધન થયું. 73 વર્ષીય શેખ ખલીફાના નિધન પર વિશ્વભરના લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ અનુસાર તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના નિધન પર UAEમાં 40 દિવસની રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : હસવા માટે થઇ જાઓ તૈયાર, ગુજરાતી રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'જયસુખ ઝડપાયો' નું ટ્રેલર થયું રિલીઝ; જુઓ ફિલ્મ નું ટ્રેલર
તમને જણાવી દઈએ કે આઈફા(IIFA award) બોલિવૂડ માટે એક મોટો એવોર્ડ સમારોહ છે. જ્યાં તમામ દિગ્ગજ સ્ટાર્સ(celebrity performance) સ્ટેજ પર પરફોર્મન્સ આપે છે. આ વખતે ઈવેન્ટમાં સલમાન ખાન, રણવીર સિંહ, કાર્તિક આર્યન, સારા અલી ખાન અને અન્ય કલાકારો પરફોર્મ કરવાના છે. જો કે, જેમ જેમ તારીખો આગળ વધશે તેમ તેમ તેઓએ તેમના સમયપત્રકમાંથી સમય કાઢવો પડશે.