ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 નવેમ્બર, 2021
બુધવાર
ભારતીય ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ છે. IPL 2021માં દીપક તેની ગર્લફ્રેન્ડને સ્ટેડિયમમાં પ્રપોઝ કરીને ચર્ચામાં આવ્યો હતો. હવે દીપક ચહરની ખૂબસૂરત બહેન માલતી ચહર ફિલ્મોમાં તેના ડેબ્યુના સમાચારને કારણે ચર્ચામાં છે. માલતી ચહર ટૂંક સમયમાં જ મોટા પડદા પર પોતાનો જલવો બતાવવા જઈ રહી છે. માલતી એક તમિલ ફિલ્મમાં જોવા મળશે. માલતી ચહરે વિગ્નેશ શિવન અને નયનતારાના નવા પ્રોડક્શન પર હસ્તાક્ષર કર્યા છે.
માલતી ચહરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફેન્સ સાથે તેના ડેબ્યૂ વિશેની માહિતી આપી છે. માલતી ચહરે લખ્યું, 'હું આ સમકાલીન શાનદાર ફિલ્મ વૉકિંગ ટોકિંગ સ્ટ્રોબેરી આઈસ્ક્રીમનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. આ ફિલ્મ વિનાયક દ્વારા નિર્દેશિત છે, જેનું નિર્માણ નયનતારા અને વિગ્નેશ શિવન દ્વારા કરવામાં આવ્યું છે’. માલતી ચહરની આ પોસ્ટ પર ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.
આ પહેલા માલતી વેબ સિરીઝ letsmarry.comમાં કામ કરી ચુકી છે. માલતી ને સોશિયલ મીડિયા પર 603 હજાર લોકો ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે માલતી મિસ ઈન્ડિયા અર્થ 2009, ફેમિના મિસ ઈન્ડિયા 2014ની સેકન્ડ રનર અપ રહી ચૂકી છે. માલતી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ભાઈ દીપક ચહર સાથેની તસવીરો અને વીડિયો શેર કરે છે. ઉત્તર પ્રદેશના આગ્રાની રહેવાસી માલતી એક પ્રખ્યાત મોડલ છે. માલતી ચહરે પોતાનું સ્કૂલિંગ કેન્દ્રીય વિદ્યાલયમાંથી કર્યું હતું, ત્યારબાદ તેણે સોફ્ટવેર એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે.