ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
‘ફુકરે’ ફિલ્મમાં બિનદાસ રોલને લઈને ચર્ચામાં આવેલી રિચા હવે પોતાનના લૂક્સ પર ઘણું કામ કરી રહી છે. બૉલીવુડ અભિનેત્રી રિયા ચડ્ડા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની નવી તસવીરો અને વિડિયોઝ શેર કરતી રહે છે.

રિચા ચડ્ડા હંમેશા તેના ટેલેન્ટ અને તેની ફિલ્મોને કારણે ચર્ચાનું કારણ બનતી રહે છે. હાલમાં જ રિચાએ ફોટોશૂટ કરાવ્યું જે તેના બોલ્ડ અવતારને પ્રઝન્ટ કરે છે. આ તસવીરોમાં અભિનેત્રીએ નેવી બ્લુ કલરનું સ્વિમસૂટ પહેર્યું છે. આ તસ્વીરોમાં અભિનેત્રી પુલ સાઈટ પર ખુબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.

અભિનેત્રીના વર્કફ્રંટની વાત કરીએ તો રિચાએ ‘ઓય લક્કી! લક્કી ઓય!’થી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. તે છેલ્લે સરબજીત ફિલ્મમાં જોવા મળી હતી, અને તેના દેશી લૂક અને એક્ટિંગની ખાસ્સી પસંશાઓ પણ થઈ છે. આગામી સમયમાં તે ‘ઓર દેવદાસ’ અને ‘કેબરેટ’માં જોવા મળવાની છે.
