Site icon News Continuous Bureau | Mumbai

માધુરીના ગીતનો જાદુ ટોકિયો ઑલિમ્પિક 2020માં પહોંચ્યો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

બૉલિવુડની ફિલ્મો તેમ જ ગીતોના દીવાના ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં છે. ફૉરેનર્સ ઘણી વાર હિન્દી ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. આવો જ એક નજારો ટોકિયો ઑલિમ્પિક 2020માં ઇઝરાયલના ખેલાડીઓ તરફથી જોવા મળ્યો. ઇઝરાયલના તરવૈયાઓની એક ટીમે બૉલિવુડ ટ્રૅક પર પોતાનું પર્ફોર્મન્સ આપ્યું. આ વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઇઝરાયલના તરવૈયા માધુરી દીક્ષિતનું ગીત ‘આજા નચલે…’ પર ગ્રેસફુલી પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. બૉલિવુડનું આ હિટ ગીત પર્ફોર્મન્સ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. કેટલાક યુઝર્સે વીડિયોને શૅર કરતાં એની પ્રશંસા કરી છે. એક યુઝરે આ વીડિયોને ટ્વીટ કરતાં લખ્યું છે કે ‘આ માટે ટીમ ઇઝરાયલને ખૂબ ખૂબ ધન્યવાદ’.

 

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version