ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021
શનિવાર
પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે તાલિબાન પ્રત્યે વિશ્વના નેતાઓ અને દેશોના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. જાવેદ અખ્તરે કહ્યું કે શરમજનક બાબત છે કે સંસ્કારી કહેવાતા અને લોકશાહી દેશો તાલિબાન સાથે હાથ મિલાવવા તૈયાર છે. તેમણે તમામ દેશોને તાલિબાનને માન્યતા ન આપવા વિનંતી કરી. જાવેદ અખ્તરે ટ્વીટ દ્વારા આ વાતો કહી છે.
જાવેદ અખ્તરે ટ્વિટ કરતા લખ્યું : દરેક સભ્ય વ્યક્તિ, દરેક લોકશાહી સરકાર, વિશ્વના દરેક સભ્ય સમાજને તાલિબાનીઓને માન્યતા આપવાથી ઇનકાર કરવો જોઈએ અને અફઘાનિસ્તાન મહિલાઓએ ક્રૂર દમન માટે નિંદા કરવી જોઈએ અથવા પછી ન્યાય, માનવતા અને વિવેક જેવા શબ્દોને ભૂલી જવા જોઈએ.
પોતાના ટ્વિટમાં જાવેદ અખ્તરે તાલિબાનના પ્રવક્તાના નિવેદનની ટીકા કરી હતી કે મહિલાઓ બાળકો પેદા કરવા માટે છે, મંત્રી બનવા માટે નહીં. જાવેદ અખ્તર લખે છે : તાલિબાનના પ્રવક્તાએ દુનિયાને કહ્યું કે મહિલાઓ મંત્રી બનવા માટે નથી, પરંતુ ઘરમાં રહેવા અને બાળકો પેદા કરવા માટે છે, પરંતુ વિશ્વના કહેવાતા સંસ્કારી અને લોકશાહી દેશો તાલિબાન સાથે હાથ મિલાવવા તૈયાર છે, શરમની વાત છે.
પહેલા સલમાન ખાન સાથે પંગો લીધો, હવે આ અભિનેતા શાહરુખ ખાન સાથે ટકરાશે; જાણો વિગત
અગાઉ એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, "સમગ્ર વિશ્વમાં દક્ષિણપંથીઓ માત્ર એક જ વસ્તુ ઇચ્છે છે. આ લોકો સમાન માનસિકતાના છે.’’ તેઓ આગળ કહે છે, "અલબત્ત તાલિબાન બર્બર છે અને તેમની ક્રિયાઓ નિંદનીય છે, પરંતુ જેઓ આરએસએસ, વીએચપી અને બજરંગ દળને ટેકો આપી રહ્યા છે તે બધા સમાન છે.’’