News Continuous Bureau | Mumbai
'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાક વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. આ શો એ ટીઆરપી માં પણ પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે. આ શો ના દરેક કલાકારો એ ચાહકો ના દિલ માં આગવું સ્થાન બનાવી લીધું છે. ચાહકો છેલ્લા 4 વર્ષથી દયા બેન ને ખુબ ખૂબ જ મિસ કરી રહ્યાં છે, ચાહકો તેના વાપસીની રાહ જોઈને થાકી ગયા છે પરંતુ દિશા વાકાણી ના શોમાં પાછા ફરવાના કોઈ સમાચાર નથી. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે લોકડાઉન પછી દયાબેન શો માં પરત ફરશે પરંતુ એવું થયું નહીં. માત્ર ચાહકો જ નહિ પરંતુ જેઠાલાલ પણ દયાબેનની રાહ રાહ જોઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી કાયદો અને વ્યવસ્થા બગડવાનો ભય! રાજસ્થાનના આ શહેરમાં 22 માર્ચથી એક મહિના માટે કલમ 144 લાગુ, જાણો કયા નિયંત્રણો રહેશે
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલે પોતે જ દયાબેનના શોમાં પાછા ન આવવાનું કારણ આપ્યું છે. તેણે કહ્યું છે કે શા માટે દયા બેન નું શો માં પાછા આવવું શક્ય નથી. 22 માર્ચના એપિસોડમાં બતાવવામાં આવ્યું છે કે અબ્દુલની દુકાન પર સોડા પીતી વખતે દરેક લોકો વાત કરી રહ્યા છે અને પોતાના સુખ અને દુ:ખ એકબીજા સાથે શેર કરી રહ્યા છે. દરમિયાન, દયાબેનની વાત નીકળી અને જેઠાલાલે દયાબેનના પાછા ન આવવાનું કારણ સમજાવ્યું.જે આ વિડીયો માં જવા મળી રહ્યું છે.
આ તો હતું દયા બેન ના અમદાવાદ થી પાછા જેઠાલાલ ના ઘરે ના આવવા માટે નું કારણ, પરંતુ શું હકીકત માં દિશા વાકાણીએ શોને અલવિદા કહ્યું છે? આ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્ન નો જવાબ તો દયા બેન એટલે કે દિશા વાકાણી જ આપી શકે તેમ છે. તમને જણાવી દઈએ કે, દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી બ્રેક લીધો હતો. તેણીએ પ્રસૂતિ માટે શો માંથી બ્રેક લીધો હતો ત્યારથી તે શો માં પરત આવી નથી. દિશા ને શો છોડે પાંચ વર્ષ વીતી ચુક્યા છે છતાં પણ આ પાંચ વર્ષમાં તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.
