News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ (Amish Patel) વિરુદ્ધ રાંચીના એક વ્યક્તિ પાસેથી 5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો (fraud) આરોપ લગાવવામાં આવ્યો હતો. અમીષા પટેલને ઝારખંડ હાઈકોર્ટ (Jharkhand High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. તેણે ઝારખંડ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન (Quashing petition)દાખલ કરીને કેસને રદ કરવાની વિનંતી કરી હતી. કોર્ટે ગુરુવારે તેની અરજી (application) ફગાવી દીધી હતી.
વાત એમ છે કે, રાંચીના (Ranchi) રહેવાસી ફિલ્મ નિર્માતા એ આરોપ લગાવ્યો છે કે અમીષા પટેલે ફિલ્મોમાં પૈસા લગાવવાની ઓફર કરીને તેમની સાથે છેતરપિંડી (fraud) કરી છે. તેણે આ અંગે રાંચીની કોર્ટમાં (Ranchi court) અભિનેત્રી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ફિલ્મ નિર્માતા ના જણાવ્યા અનુસાર, 2017માં અમીષા રાંચીની હરમુ હાઉસિંગ કોલોનીમાં એક કાર્યક્રમમાં આવી હતી. આ દરમિયાન તે અભિનેત્રીને મળ્યો. અમીષાએ તેને ફિલ્મોમાં પૈસા રોકવાની ઓફર કરી. તેણે ફિલ્મ દેસી મેજિક (Desi magic) માટે અમીષાને 5 કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે ફિલ્મ કોલ્ડ સ્ટોરેજમાં ગઈ ત્યારે તેણે પૈસા પાછા માંગ્યા ત્યારે અમીષાએ ત્રણ કરોડનો ચેક આપ્યો, પરંતુ તે બાઉન્સ (Cheque bounce) થયો. અમીષા વતી આ જ ફરિયાદ સામે હાઈકોર્ટમાં કવોશિંગ અરજી દાખલ (Quashing application) કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ની આ જાેડી રિયલ લાઈફમાં પણ છે એકબીજાના પ્રેમમાં
ગુરુવારે ઝારખંડ હાઈકોર્ટમાં (Jharkhand High court) આ મામલે સુનાવણી થઈ હતી. કોર્ટમાં અભિનેત્રી માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ એ કહ્યું કે ફિલ્મ નિર્માતા એ ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા. તેથી તેઓ ફાયદાની સાથે-સાથે નુકશાન માટે પણ જવાબદાર છે. અભિનેત્રી સાથેની લેવડદેવડનો મામલો પહેલાથી જ પતાવી દેવામાં આવ્યો છે. બીજી તરફ અરજદારના વકીલ એ કહ્યું કે અભિનેત્રી અમીષા પટેલ (Amisha Patel) સાથે સંબંધિત છેતરપિંડીના કેસ દેશભરની અનેક કોર્ટમાં ચાલી રહ્યા છે. આથી તેમને રાહત આપી શકાતી નથી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ કવોશિંગ પિટિશન (Quashing petition) ફગાવી દીધી હતી.