News Continuous Bureau | Mumbai
હોલિવૂડના બેસ્ટ એક્ટર જોની ડેપ (Johnny Depp) છેલ્લા કેટલાક સમયથી તેની પ્રોફેશનલ લાઈફને લઈને નહીં પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં હતા. અભિનેતા જોની ડેપે તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ સામે માનહાનિનો દાવો જીત્યો હતો. આ જીત બાદ જોનીનું જીવન ધીમે ધીમે પાટા પર ફરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડિઝનીએ (Disney)જોની ડેપને માફી પત્ર મોકલ્યો છે અને ફિલ્મ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં (Pirates of the caribbean)જેક સ્પેરોની(jack sparrow) ભૂમિકા માટે 2,535 કરોડ રૂપિયાની ઓફ(offer) પણ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક નજીકના સૂત્રએ કહ્યું, 'હું જાણું છું કે કોર્પોરેટે તેને ભેટ સાથે એક પત્ર મોકલ્યો છે, પરંતુ મને ખબર નથી કે તે અભિનેતાને કેવી રીતે મોકલવામાં આવ્યો છે. હું તમને કહી શકું છું કે સ્ટુડિયોએ (Disney) જેક સ્પેરો માટે ડ્રાફ્ટ(draft) તૈયાર કર્યો છે. આશા છે કે જોની તેને માફ કરશે અને આ પાત્ર માટે પાછા આવશે. જો કે આ અહેવાલને સત્તાવાર સમર્થન મળ્યું નથી. તમને જણાવી દઈએ કે જો જોની ફરીથી કેપ્ટન જેક સ્પેરોના(Jack Sparrow)રોલમાં જોવા મળે છે તો તે ચાહકો માટે ખરેખર સારા સમાચાર હશે. તમને જણાવી દઈએ કે, ભૂતકાળમાં જોની ડેપના (Johnny Deep)હાથમાંથી ઘણી ફિલ્મો છીનવાઈ હતી. એવા અહેવાલ હતા કે મેકર્સે જોનીને 'ફેન્ટાસ્ટિક બીસ્ટ 3' અને 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન' જેવી ફિલ્મોમાં સાઇન કરવાનો ઇનકાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : કિંજલના બેબી શાવરના ફોટા થયા લીક-શાહ પરિવાર સાથે કાપડિયા પરિવાર પણ આવ્યો નજર-જુઓ ફોટોગ્રાફ્સ
નોંધનીય છે કે 1 જૂનના રોજ, જોની ડેપની પૂર્વ પત્ની એમ્બર હર્ડ સામેના માનહાનિના દાવામાં ડેપની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. હર્ડે દાવો કર્યો હતો કે ડેપે તેમના લગ્ન પહેલા અને પછી તેણી સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જ્યુરીએ પણ હર્ડની તરફેણ કરતા કહ્યું કે ડેપના વકીલે તેને બદનામ કરી છે અને તેમના દુરુપયોગના આરોપોને ખોટો ગણાવ્યો છે. જ્યુરી મેમ્બરો (Jury member)એ કહ્યું કે ડેપને 1કરોડ 50 લાખ ડોલર નુકસાની પેટે ચૂકવવા જોઈએ,જ્યારે હર્ડને 20 લાખ ડોલર મળવા જોઈએ. ડેપે ડિસેમ્બર 2018ના ઑપ-એડમાં ફેરફેક્સ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો હતો. તેણે વોશિંગ્ટન (washington)પોસ્ટમાં હર્ડના લેખ પર દાવો કર્યો.