News Continuous Bureau | Mumbai
જસ્ટિન બીબર(Justin Bieber) વિશ્વના પ્રખ્યાત પોપ ગાયકોમાંથી એક છે. તાજેતરમાં, ગાયકે તેના આલ્બમ 'જસ્ટિસ'ના પ્રમોશન માટે વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કરવાની જાહેરાત કરી હતી. જોકે થોડા દિવસો પછી ગાયકે તેમનો પ્રવાસ મુલતવી(international tour) રાખ્યો. આ સમાચાર સાંભળીને દુનિયાભરમાં ફેલાયેલા તેના ચાહકો નિરાશ થઈ ગયા. તે જ સમયે, ગાયકે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે અને તેની પાછળનું કારણ જણાવ્યું છે. વીડિયોમાં ગાયક જણાવે છે કે તેનો અડધો ચહેરો લકવાગ્રસ્ત(paralysed) થઇ ગયો છે.
જસ્ટિન બીબરે ખુલાસો કર્યો કે તે રામસે હંટ સિન્ડ્રોમથી(Ramsay hunt syndrome) પીડિત છે, જેના કારણે તેનો ચહેરો લકવાગ્રસ્ત થઈ ગયો છે. વીડિયોમાં પોતાની સ્થિતિ વિશે વાત કરતાં ગાયકે કહ્યું, "જેમ તમે જોઈ શકો છો, હું મારી આંખો મીંચી શકતો નથી. હું મારા ચહેરાની આ બાજુ હસી પણ શકતો નથી. મારો શો રદ થવાના (show cancel)કારણે ઘણા લોકો નિરાશ છે, હું તેમને કહેવા માંગુ છું કે હું આ સમયે શારીરિક રીતે સક્ષમ નથી. મને આશા છે કે તમે લોકો સમજી શકશો."જસ્ટિને કહ્યું કે તે નથી જાણતો કે તેને સાજા થવામાં કેટલો સમય લાગશે. જો કે, તે આરામ અને ઉપચાર દ્વારા સંપૂર્ણ સ્વસ્થ થવા અંગે સકારાત્મક દેખાય છે. તેણે કહ્યું "આ ક્ષણે, હું આરામ (rest)કરી રહ્યો છું અને સંપૂર્ણ સ્વસ્થ થવાનો અને સેટ પર પાછો આવવાનો પ્રયાસ કરી રહ્યો છું જેથી કરીને હું જે કરવા માટે જન્મ્યો હતો તે કરી શકું,"
આ સમાચાર પણ વાંચો : મહિમા ચૌધરીએ જીતી લીધી બ્રેસ્ટ કેન્સર સામેની લડાઈ -આ રીતે વ્યક્ત કર્યું પોતાનું દર્દ
તમને જણાવી દઈએ કે,'બેબી', 'સોરી, ઘોસ્ટ' અને 'લોનલી' જેવા ગીતો માટે વિશ્વભરમાં જાણીતા, જસ્ટિન બીબરની જસ્ટિક વર્લ્ડ ટૂર (Justin Bieber world tour)મે 2022 થી માર્ચ 2023 સુધી ચાલવાની હતી. આ માટે તે લગભગ 125 દેશોનો પ્રવાસ કરવા જઈ રહ્યો હતો. તેમાં સ્કેન્ડિનેવિયા, ઇટાલી, દક્ષિણ અમેરિકા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. 18 ઓક્ટોબરે તેઓ રાજધાની નવી દિલ્હીમાં (new Delhi)કોન્સર્ટ કરવા ભારત (India)આવવાના હતા, જેની ટિકિટ બારી જૂનમાં ખુલવાની હતી.