News Continuous Bureau | Mumbai
બોલિવૂડના ફેમસ પ્રોડ્યુસર ચેતન આનંદ અને તેની પાર્ટનર પ્રિયા રાજવંશની લવસ્ટોરી (Chetan Anand and Priya Rajvansh love story)મોટા પડદા પર આવશે. વાસ્તવમાં આ બંને પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. આ ફિલ્મ એક મહિનામાં શરૂ થવા જઈ રહી છે અને તેને જાણીતા ફિલ્મ નિર્માતા અને અભિનેતા પ્રદીપ સરકાર (Pradip sarkar)બનાવી રહ્યા છે. દીપક મુકુટ આ ફિલ્મનું નિર્માણ કરશે. આ ફિલ્મમાં ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ ની ભૂમિકા કોણ ભજવશે તે માટે નામ ફાઈનલ થઈ ગયા છે.
આ ફિલ્મમાં ચેતન આનંદની ભૂમિકામાં કેકે મેનન (KK Menon)અને પ્રિયા રાજવંશની ભૂમિકા જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline fernandez)ભજવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેકલીન ફર્નાન્ડીઝ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ તેની કારકિર્દીની પ્રથમ બાયોપિક (Biopic)હશે. આ માટે તે ખૂબ જ મહેનત કરી રહી છે. આ ફિલ્મ 1921 થી 2000 ના દાયકાની શરૂઆત સુધી હિન્દી સિનેમાના ભવ્ય ઇતિહાસને દર્શાવશે. આ ફિલ્મમાં ચેતન આનંદ અને પ્રિયા રાજવંશનો રોમાંસ તેમજ પ્રિયા રાજવંશના મૃત્યુના(death) વિવાદને પણ બતાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢા ના પોસ્ટ પ્રોડક્શન માં વ્યસ્ત આમિર ખાને સ્ટુડિયો માં જ લીધો પાવર નેપ- ફિલ્મના ડિરેક્ટરે તસવીર શેર કરી કહી આ વાત
ચેતન આનંદ અને પ્રિયા રાજવંશની લવ સ્ટોરી (love story)વિશે વાત કરીએ તો તે ખૂબ જ રોમાંચક બનવાની છે. પ્રિયા રાજવંશ તેના કરતા 15 વર્ષ મોટા ચેતન આનંદના પ્રેમમાં પડી અને લગ્ન વિના તેની સાથે રહેવા લાગી(live in relationship). પ્રિયા રાજવંશે ચેતન આનંદની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને બંને વચ્ચે ઘણી નિકટતા હતી. કહેવાય છે કે ચેતન આનંદે પોતાની ઘણી બધી મિલકત પ્રિયા રાજવંશના નામે કરી દીધી હતી, જેના કારણે ચેતન આનંદના પુત્રોએ પ્રિયા રાજવંશની હત્યા(murder) કરાવી હતી.