News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં અભિનેતા સલમાન ખાન તેની આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાળી'ને (Kabhi Eid kabhi Diwali)લઈને ચર્ચામાં છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. ફિલ્મ સાથે જોડાયેલા એક રસપ્રદ સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, સલમાનની આ ફિલ્મમાં અભિનેતા જસ્સી ગિલ (Jassi gill)અને સિદ્ધાર્થ નિગમની(Sidhharth Nigam) એન્ટ્રી થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને કલાકારો ફિલ્મમાં સલમાન ખાનના ભાઈના રોલમાં જોવા મળશે.
સૂત્રોનું માનીએ તો, સલમાન ખાન અને ફિલ્મના નિર્દેશક ફરહાદ સામજી આ ફિલ્મ માટે એવા કલાકારોની શોધમાં હતા, જેમની પાસે સારો કોમિક ટાઈમિંગ (comic timing)હોય. ઘણા પ્રયત્નો અને શોધ પછી આખરે જસ્સી ગિલ, સિદ્ધાર્થ નિગમ અને રાઘવ પર આવીને આ સર્ચ પૂર્ણ થયું છે. આ ત્રણેય ભાઈઓની ભૂમિકામાં(Salman khan brother role)જોવા મળશે. ત્રણેય મુંબઈમાં (Mumbai)સલમાન ખાન સાથે શૂટિંગ શરૂ કરશે.સલમાન ખાન સ્ટારર આ ફિલ્મમાં અભિનેત્રી પૂજા હેગડે (Pooja Hegde) પણ જોવા મળશે. શૂટિંગના પહેલા જ દિવસે તે સલમાનની ટીમ સાથે જોડાઈ ગઈ હતી. સલમાન અને પૂજા હેગડેએ આ ફિલ્મ માટે એકસાથે કેટલાક એક્શન સિક્વન્સ પણ શૂટ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ અક્ષય કુમારની બહુ પ્રતિક્ષિત ફિલ્મ, કરણી સેનાએ મેકર્સ પાસે કરી આ માંગ; જાણો શું છે સમગ્ર મામલો
આ કલાકારો સિવાય શહનાઝ ગિલ(Shehnaz Gill) પણ ફિલ્મમાં જોવા મળશે. ગયા અઠવાડિયે તે આ ફિલ્મના શૂટિંગમાં જોવા મળી હતી. શૂટિંગના સેટ પરથી તેનો પહેલો લૂક ઇન્ટરનેટ પર વાયરલ (first look viral) થયો હતો. સૂત્રોનો દાવો છે કે આગામી સમયમાં ફિલ્મની કાસ્ટમાં કેટલાક વધુ નામો જોડાશે. આ પહેલા આયુષ શર્મા (Aayush Sharma)આ ફિલ્મ સાથે જોડાશે તેવા અહેવાલ હતા. પરંતુ પછી એવા અહેવાલો આવ્યા હતા કે તેણે આ ફિલ્મ છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે આયુષ શર્મા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનનો પતિ છે.