News Continuous Bureau | Mumbai
બૉલીવુડ એક્ટ્રેસ(Bollywood Actress) કંગના રનૌત(Kangna Ranaut) પોતાના બેબાક અંદાજને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે, કંગનાને ઇન્ડસ્ટ્રીના(Film Industry) ધાકડ એક્ટ્રેસ(Dhakad Actress) કહેવી કંઈ ખોટું નથી. કંગના હંમેશા પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયા(Social media) પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. કંગના રનૌતે પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. એક્ટ્રેસ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ધાકડને લઇને ખુબ ઉત્સાહિત છે.
પોતાની અપકમિંગ ફિલ્મ ધાકડને પ્રૉમટ(Promotion) કરવા માટે કંગના દરેક પ્રકારના હથકંડા અપનાવી રહી છે. આ બધાની વચ્ચે કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની સ્ટાર બની આરાધ્યા બચ્ચન, હોલીવુડ ની આ એક્ટ્રેસે ઐશ્વર્યા રાયની દીકરીને ગળે મળતો વિડીયો થયો વાયરલ; જુઓ વિડીયો
આ લેટેસ્ટ તસવીરોમાં કંગના કંગના રેડ મીડી ડ્રેસ પહેરેલી દેખાઇ રહી છે. તસવીરમાં કંગના કાચની સામે ઉભી રહીને કાતિલ પોઝ આપતી દેખાઇ રહી છે. કંગના રનૌત આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે, એક પછી એક ચઢિયાતી તસવીરો શેર કરતી રહે છે.
ખરેખરમાં, કંગના ફિલ્મના પ્રમોશન માટે સતત બિઝ રહે છે. આ જ કારણ છે કે દરરોજ નવા નવા લૂકની તસવીરો સામે આવી રહી છે. રેડ ડ્રેસમાં કંગનાની આ કિલર લુક વાળી તસવીરો ફેન્સને દિવાના બનાવી રહી છે.