ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
બોલિવૂડ અભિનેત્રી કંગના રણોતનું વર્ચસ્વ કુ એપ પર જોવા મળી રહ્યું છે અને તેની ફેન ફોલોઇંગ ઝડપથી વધી રહી છે.
કંગનાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કુ એપ પર અકાઉન્ટ એક્ટિવ કર્યું હતું. અત્યાર સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંગનાના ફોલોઅર્સની સંખ્યા 10 લાખ સુધી પહોંચી ગઈ છે.
છેલ્લા ત્રણ મહિનામાં તેમની ફેન ફોલોઇંગ જબરદસ્ત રીતે વધી છે.
કંગના એકમાત્ર અભિનેત્રી છે જેણે કુ પર આ સફળતા હાંસલ કરી છે. કુ એપ પર તેના બાયોમાં, કંગનાએ પોતાને 'દેશ ભક્ત' અને 'ગરમ લોહીવાળી ક્ષત્રિય મહિલા' લખ્યું છે.
કંગનાએ કુ એપ પર પોતાની ફિલ્મ 'થલાઇવી'નો પ્રચાર કર્યો હતો. આ સિવાય અહીં પણ તે પોતાના વિશે અને દેશમાં ચાલતા મુદ્દાઓ પર નિખાલસતાથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે કુ એક માઈક્રો બ્લોગિંગ સાઈટ છે. તેને માર્ચ 2020 માં લોન્ચ કરવામાં આવી હતી. આ સોશિયલ સાઈટનો હેતુ એ છે કે ભારતના લોકો તેમની વાતો તેમની સ્થાનિક ભાષામાં શેર કરી શકે અને એકબીજાની વાતોને સરળતાથી સમજી શકે.