News Continuous Bureau | Mumbai
એક સમયે બોલિવૂડ ફિલ્મોમાં નસીબ અજમાવવા આવેલી કંગના શર્માએ (Kangana Sharma)હવે એક્ટિંગની દુનિયા ને અલવિદા કર્યા બાદ રાજકારણ (politics) પસંદ કરવાનું મન બનાવી લીધું છે. હા, તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે કંગના શર્મા હવે આમ આદમી પાર્ટીમાં(AAP) જોડાઈ રહી છે અને અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગી.
प्रसिद्ध बॉलीवुड अभिनेत्री, मॉडल और गायिका #कंगना_शर्मा_खेमका जी, श्री @ArvindKejriwal जी की नीतियों से प्रभावित होकर @AamAadmiParty में शामिल हुई । #aap परिवार उनका स्वागत करता है । pic.twitter.com/k5VbhWbiKz
— Aap_Narwana (@Aap_Hr_Narwana) May 12, 2022
અભિનયની દુનિયામાં પોતાનું બોલ્ડ રૂપ બતાવ્યા બાદ હવે કંગના શર્માએ રાજનીતિનો (Kangana Sharma politics) માર્ગ અપનાવ્યો છે. તેણે ગતરોજ 'આપ' (AAP) પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી છે. AAP પાર્ટી વતી એક ટ્વિટ (tweet) પણ કરવામાં આવ્યું હતું. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી, મોડલ અને સિંગર કંગના શર્મા ખેમકા અરવિંદ કેજરીવાલની નીતિઓથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે. 'આપ' પરિવાર તેમનું સ્વાગત કરે છે.
આ સમાચાર પણ વાંચો : અભિનેત્રી જેક્લિન ફનાર્ન્ડિઝે ખટખટાવ્યા કોર્ટના દરવાજા, વિદેશ જવાની માંગી પરવાનગી; જાણો શું છે કારણ
કંગના શર્મા હરિયાણવી (Haryanvi actress)અભિનેત્રી છે. એક્ટિંગ પહેલા તે મોડલિંગ (modeling)કરતી હતી અને પછી તેણે ફિલ્મોની દુનિયામાં પણ હાથ અજમાવ્યો. કંગનાએ ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' (great grand masti debut)થી ડેબ્યૂ કર્યું હતું પરંતુ આ ફિલ્મ પડદા પર પોતાનો કમાલ બતાવી શકી નહોતી.. આ ફિલ્મ પછી પણ કંગનાનો સિક્કો ન ચાલ્યો તો તેને OTTની દુનિયા માં પોતાનું નસીબ અજમાવ્યું . કંગના શર્માએ 'મોના હોમ ડિલિવરી' (Mona home delivery)નામની વેબ સિરીઝમાં કામ કર્યું હતું, જેમાં તેણે શરમની તમામ હદ પાર કરી નાખી હતી.