ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
બોલિવૂડ અભિનેત્રી કંગના રાણાવત માટે સોમવાર ખૂબ જ મહત્વનો છે.
જાવેદ અખ્તર માનહાનિ કેસમાં મુંબઈ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને જો કંગના રાણાવત આજે પણ હાજર નહીં થાય તો તેની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી થઈ શકે તેમ છે.
છેલ્લી સુનાવણી ગત 15 સપ્ટેમ્બરે થઈ હતી. ત્યારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અદાલતે ત્યારબાદ અભિનેત્રીને ગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરેલ માનહાનિ કેસમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો
સાથે જ કોર્ટે કહ્યું હતું કે જો તે આગામી સુનાવણી દરમિયાન ગેરહાજર રહેશે તો તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવશે.
છેલ્લી સુનાવણી દરમિયાન કંગના રાણાવતના વકીલ રિઝવાન સિદ્દીકીએ કોર્ટને જણાવ્યું હતું કે અભિનેત્રીમાં કોરોના જેવા લક્ષણો દેખાઈ રહ્યા છે, તેથી તે કોર્ટમાં આવી શકશે નહીં.
જોકે જાવેદ અખ્તરે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, કંગના રાણાવતે આપેલા નિવેદનો ગંભીર છે, છતાં તે ગેરહાજર છે.
અભિનેત્રી કંગના રાણાવતે બોમ્બે હાઈકોર્ટમાં સંગીતકાર જાવેદ અખ્તર દ્વારા દાખલ કરવામાં આવેલા કેસને રદ કરવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દેતા કંગનાની મુશ્કેલીમાં વધારો થયો હતો.
મુંબઈમાં ગઈ કાલથી સતત વરસાદ ચાલુ છે, ક્યાં કેટલા મિલીમીટર વરસાદ; જાણો વિગત