ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ 2022
શુક્રવાર
જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર સાથે 'ધડક'નું દિગ્દર્શન કરનાર જાણીતા ફિલ્મ સર્જક કરણ જોહરે તેની આગામી ફિલ્મ ‘બેધડક’ ની જાહેરાત કરી છે. દર વખતની જેમ આ વખતે પણ કરણ જોહરે બોલિવૂડની દુનિયામાં ત્રણ નવા ચહેરાઓને લોન્ચ કર્યા છે. આ નવી ફિલ્મમાં સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર લીડ રોલમાં જોવા મળશે.ઘણા સમયથી શનાયા કપૂરના બોલિવૂડમાં ડેબ્યૂની ચર્ચા ફિલ્મ કોરિડોરમાં ચાલી રહી હતી અને હવે કરણ જોહરે આ ચર્ચા પર મહોર લગાવી દીધી છે. શનાયા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાની મનમોહક તસવીરો શેર કરે છે. ચાહકો ઈચ્છતા હતા કે તે સ્ક્રીન પર આવે. હવે ચાહકોની રાહ નો અંત આવી રહ્યો છે.
We’re bringing to you a new era of love – one that’s filled with passion, intensity & boundaries that will be crossed…#Bedhadak!
Starring, our latest addition to the Dharma Family – #Lakshya, @shanayakapoor & @gurfatehpirzada! Directed by the exceptional #ShashankKhaitan. pic.twitter.com/5FIAzcfZWm
— Karan Johar (@karanjohar) March 3, 2022
શનાયા કપૂર સિવાય કરણ જોહરે બોલિવૂડમાં બે નવા ચહેરાઓને રજૂ કર્યા છે. તેમાંથી એક લક્ષ્ય અને બીજો ગુરફતેહ પરઝાદા. ધર્મા પ્રોડક્શન્સે ત્રણેયની રજૂઆત કરતા પોસ્ટરો સાથે ફિલ્મના ત્રણ ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કર્યા છે. ફર્સ્ટ લૂક પોસ્ટર જોઈને સ્પષ્ટ થાય છે કે આ વાર્તા પણ કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ જેવી હશે જેમાં બે હીરો એક હસીના માટે લડે છે.શશાંક ખેતાન ફિલ્મ 'બેધડક'નું નિર્દેશન કરવા જઈ રહ્યો છે. જેણે અગાઉ 'ધડક' અને 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા' જેવી હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. અત્યાર સુધી ઘણા સ્ટાર કિડ્સ ધર્મા પ્રોડક્શન હેઠળ પોતાનું કરિયર બનાવી ચુક્યા છે. હવે આ લિસ્ટમાં સંજય કપૂર અને મિહિપ કપૂરની દીકરી શનાયા કપૂરનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે.
તમને જણાવી દઈએ કે, લક્ષ્ય લાલવાણી ટીવીનો મોટો ચહેરો છે. તેનો સૌથી મોટો શો 'પોરસ' હતો. આ શોને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. લક્ષ્ય લાલવાણીને કરણ જોહરની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી. અગાઉ લક્ષ્ય લાલવાણી વિશે સતત એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે 'દોસ્તાના 2'થી ડેબ્યૂ કરી શકે છે.ગુરફતેહ પીરઝાદાની લોકપ્રિય ફિલ્મ નેટફ્લિક્સની 'ગિલ્ટી' છે જેમાં તેણે વિજય પ્રતાપ સિંહની ભૂમિકા ભજવી હતી. ગુરફતેહ 'પટ્ટા' અને 'ચાણક્ય' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સાઉથની અભિનેત્રી મેહરીન પીરઝાદાનો ભાઈ છે.