News Continuous Bureau | Mumbai
બોલિવૂડના નિર્માતા અને નિર્દેશક કરણ જોહર(KaranJohar) હંમેશા નવા ચહેરાઓને બોલિવૂડમાં લોન્ચ(bollywood launch) કરતો રહે છે. જોકે, તેની આ કારણથી ટીકા પણ થઈ રહી છે કે તે માત્ર સ્ટારકિડ્સને જ ફિલ્મોમાં લોન્ચ કરે છે. હવે કરણ જોહર સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને બોલિવૂડમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.
એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ અનુસાર, ઈબ્રાહિમની ડેબ્યૂ (Ibrahim Ali Khan bollywood debut film) ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ 'હૃદયમ'ની(Hridayam) હિન્દી રિમેક હશે. આ મલયાલમ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલના પુત્ર પ્રણવ મોહનલાલે (Pranav Mohanlal)મુખ્ય ભૂમિકા ભજવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોક્સ-સ્ટાર સ્ટુડિયો તેને કરણ જોહર સાથે હિન્દીમાં પ્રોડ્યુસ કરશે.અહેવાલ મુજબ, એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ઇબ્રાહિમ ને લોન્ચ કરવા માટે આ શ્રેષ્ઠ પ્રોજેક્ટ છે.તે ઘણા સમયથી સારી ફિલ્મની શોધમાં હતો. લગ્ન પછી પિતા બનેલા વિદ્યાર્થીની વાર્તા ફિલ્મમાં બતાવવામાં આવી છે અને આ વાર્તા ઈબ્રાહિમ માટે શ્રેષ્ઠ રહેશે. તમને જણાવી દઈએ કે કરણ જોહર પણ ઈબ્રાહિમની બહેન સારા અલી ખાનને(Sara Ali Khan) લોન્ચ કરવાનો હતો. જો કે, તેની ફિલ્મ થોડા સમય માટે વિલંબિત થઈ, ત્યારબાદ સારાનું બોલિવૂડ ડેબ્યૂ અભિષેક કપૂરની ફિલ્મ 'કેદારનાથ'થી થયું.
આ સમાચાર પણ વાંચો: અક્ષય કુમાર ની ફિલ્મ ‘પૃથ્વીરાજ ના મેકર્સે માની કરણી સેના સામે હાર, યશરાજ સ્ટુડિયોએ સ્વીકારી તેમની આ માંગ
ઈબ્રાહીમ અલી ખાન હાલમાં કરણ જોહરને તેની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં(Rocky aur Rani ki prem kahani) આસિસ્ટ કરી રહ્યો છે. કરણ જોહરે અગાઉ આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, જાન્હવી કપૂર અને શનાયા કપૂર જેવા સ્ટાર કિડ્સને બોલિવૂડમાં લોન્ચ કર્યા છે.