ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
બૉલિવુડ અભિનેતા વરુણ ધવને વર્ષ 2012માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદ હવે કરણ ટૂંક સમયમાં જ પોતાની ભત્રીજી અંજિની ધવનને ઇન્ડસ્ટ્રીમાં લૉન્ચ કરી રહ્યો છે. અંજિની ડેવિડ ધવનના ભાઈ અનિલ ધવનના પુત્ર સિદ્ધાર્થ ધવનની પુત્રી છે. સ્ટારકિડે તેની પહેલી ફિલ્મની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તાજેતરના અહેવાલો અનુસાર કરણ જોહર પોતાના પ્રોડક્શન હાઉસ ધર્મા ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં અંજિની ધવનને લૉન્ચ કરવા જઈ રહ્યો છે. પોતાનું ડેબ્યુ પરફેક્ટ બનાવવા માટે તેણે ક્લાસિકલ અને વેસ્ટર્ન ડાન્સની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું છે.
રિપૉર્ટ અનુસાર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સિવાય અંજિની પાસે બૉલિવુડની ઘણી ફિલ્મોની ઑફર છે. જોકે તે હાલમાં તેની પહેલી ફિલ્મ પર ધ્યાન આપી રહી છે. આ ફિલ્મ 2022ના અંતમાં અથવા 2023ની શરૂઆતમાં રિલીઝ થશે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી પદાર્પણ કરનાર વરુણ ધવને કરણ જોહરની ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું તેમ જ અંજિનીએ ‘કુલી નંબર ૧’ ફિલ્મમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે.
ખાવાનો શોખીન દિલીપ જોશીએ જિમમાં ગયા વગર ઘટાડ્યું 10 કિલો વજન, જાણો કેવી રીતે?
અંજિની ધવન સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. તે ઘણી વખત તેની ગ્લૅમરસ તસવીરો શૅર કરે છે જે તેના ચાહકો દ્વારા સારી રીતે પસંદ કરવામાં આવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 63 હજાર ફોલોઅર્સ છે. અંજિની ધવન અને જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂર બેસ્ટ ફ્રેન્ડ્સ છે અને ઘણી વખત એકસાથે તસવીરો શૅર કરે છે.