News Continuous Bureau | Mumbai
અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર નિર્માતા લવ રંજનના આગામી પ્રોજેક્ટ્સમાં સાથે જોવા મળશે, રંજનનાં પ્રોજેક્ટ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ માટે આખી ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. આ સાથે જ ફિલ્મના સેટ પરથી રણબીર અને શ્રદ્ધાની તસવીરો પણ ઘણી વખત સામે આવી છે. હવે આ ફિલ્મ વિશે એક રસપ્રદ સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મમાં કાર્તિક આર્યન (Kartik Aryan)પણ જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક સ્પેશિયલ અપીયરન્સ (special appearance)આપી શકે છે.
એક મીડિયા હાઉસ ના રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે કાર્તિક આર્યન ફિલ્મમાં કેમિયો રોલમાં(cameo role) જોવા મળશે. એટલું જ નહીં, તે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે એક સીન માં પણ જોવા મળશે. સૂત્રના જણાવ્યા અનુસાર, જાણવા મળ્યું છે- 'કાર્તિક અને લવ રંજન એકબીજાને લાંબા સમયથી ઓળખે છે અને ઘણા સારા મિત્રો છે. તેથી જ્યારે લવ રંજનના મગજમાં આ વિચાર આવ્યો, ત્યારે અભિનેતા પણ તેના માટે સંમત થયા.જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યન લવ રંજનની(Luv Ranjan) ‘પ્યાર કા પંચનામા’, ‘પ્યાર કા પંચનામા 2’, ‘આકાશ વાણી’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં કામ કરી ચૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો : શહેનાઝ ગિલ ના હાથ લાગ્યો બોલિવૂડનો બીજો મોટો પ્રોજેક્ટ-ઇન્ડસ્ટ્રી ના આ દિગ્ગજ કલાકારો સાથે શેર કરશે સ્ક્રીન
કાર્તિક આર્યન છેલ્લે ભૂલ ભૂલૈયા 2 (Bhool Bhulaiya 2)માં જોવા મળ્યો હતો જે 20 મેના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો અને ફિલ્મ સમીક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી. કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબ્બુ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 230 કરોડની કમાણી કરી હતી.