ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
કેટરિનાએ હલદી સેરેમનીમાં ફેશન ડિઝાઇનર સબ્યસાચીના ડિઝાઇન કરેલ આઇવરી લહેંગો પહેર્યો હતો જ્યારે વિકી સફેદ કુર્તામાં જાેવા મળ્યો. ફોટોઝમાં બન્ને ખૂબ ખુશ લાગી રહ્યા છે. એક ફોટામાં બન્ને પીઠીવાળા છે અને કેટરિનાએ વિકીનો હાથ પક્ડયો છે જ્યારે બીજા ફોટોઝમાં બન્નેે એકબીજાને પીઠી લગાડતા જાેવા મળી રહ્યા છે.કેટરિના કૈફ અને વિકી કૌશલે હલદી સેરેમનીની તસવીરો શેર કરી છે. બન્નેએ સોશિયલ મીડિયા પર એક સાથે ફોટોઝ શેર કર્યા જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. કેટરિના અને વિકીએ હાલમાં જ રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લાની હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં હિંદુ રીતિરિવાજાે અનુસાર સાત ફેરા લીધા છે. હવે ત્યાંથી બન્નેની હલદી સેરેમનીની તસવીરો સામે આવી છે અને તે વાઇરલ થઈ રહી છે. હલદી સેરેમનીની તસવીરો વિકી કૌશલ અને કેટરિનાએ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી તેના ફેન્સ સાથે શેર કરી છે. આ ફોટોઝ શેર કરીને બન્નેએ કેપ્શનમાં લખ્યું છે કે, શુ, સબ્ર ઔર ખુશી.
મોનાલિસાએ શોર્ટ ડ્રેસમાં બીચ પર કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થઇ ઈન્ટરનેટ પર વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ