ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ડિસેમ્બર 2021
બુધવાર
વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ચર્ચા દરેક જગ્યાએ છે. ફેન્સ તેમના લગ્ન સાથે જોડાયેલા દરેક સમાચાર જાણવા માંગે છે. આવી સ્થિતિમાં અમે તમને આ બંને સાથે જોડાયેલી એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો. લોકો તેમના લગ્નને યાદગાર બનાવવા માટે લોન પણ લે છે, પરંતુ અભિનેતા-અભિનેત્રીને આ લગ્નથી ભારે નફો થવાની અપેક્ષા છે.
વિક્કી કૌશલ કેટરિના કૈફ ભલે તેના લગ્ન લોકો સામે આવવાથી નારાજ હોય અને તે તમામ પ્રયાસ કરી રહ્યા છે કે કોઈપણ રીતે આ લગ્ન કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય. આવી સ્થિતિમાં, બંને મુંબઈથી દૂર, 7 થી 9 ડિસેમ્બરની વચ્ચે, બંને રાજસ્થાનના સવાઈ માધોપુરમાં હોટેલ સિક્સ સેન્સ ફોર્ટમાં સાત ફેરા લેશે. આ દરમિયાન ત્યાં સુરક્ષાનો પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.આ લગ્ન આ વર્ષના સૌથી મોટા લગ્ન છે અને મીડિયાથી લઈને ચાહકો સુધી દરેક વ્યક્તિ તેના વિશે દરેક માહિતી મેળવવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં, જ્યાં થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે વિકી કૌશલ, કેટરીના કૈફે તેના લગ્નના ફોટા અને વિડિયો ના અધિકાર આંતરરાષ્ટ્રીય મેગેઝિનને આપવાનું નક્કી કર્યું છે અને તે તેના લગ્નની તસવીરો આપશે, જેમ કે નિક જોનાસ પ્રિયંકા ચોપરા દ્વારા કરવામાં આવી હતી. જો કે આમાં કેટલું સત્ય છે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે.
વિકી કૌશલ કેટરિના કૈફે તેના લગ્ન પ્રસંગો, મહેમાનો અને ફંક્શન્સની આસપાસ પૂરતી ગુપ્તતા જાળવી રાખી છે, જ્યારે હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટરિના અને વિકીને તેમના લગ્નના ફૂટેજ રિલીઝ કરવા માટે OTT પ્લેટફોર્મ દ્વારા 100 કરોડની ઓફર કરવામાં આવી છે . એક વેબસાઈટ ના સમાચાર મુજબ, આ કપલને આ લગ્નથી ઘણા પૈસા મળી શકે છે.
કેટરિના અને વિકીના લગ્નમાં નેટવર્ક ટાવર ઉભો કરતા ગામ લોકોમાં રોષ
વિકી-કેટરિના એ પણ આ લગ્નને ખાનગી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો છે. હજુ સુધી બંને તરફથી લગ્નની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ લગ્નના વિડીયો-ફોટો લીક ન થાય તે માટે પણ કપલે પુરી વ્યવસ્થા કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે જો વિકી કૌશલ અને કેટરિના કૈફ આ ઓફર નો સ્વીકાર કરશે તો તેમના લગ્નને OTT પ્લેટફોર્મ પર ફીચર ફિલ્મની જેમ બતાવવામાં આવશે.