ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑગસ્ટ, 2021
બુધવાર
ઘણા બૉલિવુડ કપલ્સ લગ્ન અને સગાઈ કરી રહ્યાં છે. દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે કેટરિના કૈફ અને વિકી કૌશલની સગાઈ થઈ ગઈ છે. હમણાં સુધી સગાઈના સમાચાર ઔપચારિક રીતે જાહેર કરવામાં આવ્યા નથી. અત્યારે તેને માત્ર રૂમર તરીકે જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક પોસ્ટ શૅર કરવામાં આવી છે. તેને કહેવામાં આવ્યું કે, 'સગાઈ ની રૂમર્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ રોકા કરી લીધા છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. ત્યાં સુધી આ સમાચાર રૂમર્સ છે.’ કેટરિના કૈફ અને વિકી કૌશલની સગાઈમાં કેટલું સત્ય છે એ સત્તાવાર જાહેરાત બાદ જ ખબર પડશે. વિરલે તેની આ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે ગયા મહિને પણ આવા સમાચાર સામે આવ્યા હતા. કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્ન કરવાનાં છે. બંને તેમના અફેરને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ બંનેએ આજ સુધી ક્યારેય તેમના અફેરના સમાચારો વિશે વાત કરી નથી. બંને ઘણી વાર સાથે જોવા મળે છે. વિકી કૌશલ પણ કેટરિનાના ઘરની બહાર ઘણી વખત જોવા મળે છે.
Hmmmm there are engagement rumours that they had a roka ceremony. Will wait for an official announcement till then it remains a rumour. #vickykaushal #katrinakaif pic.twitter.com/1vtsyaLju2
— Viral Bhayani (@viralbhayani77) August 18, 2021