ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,10 ફેબ્રુઆરી 2022
ગુરૂવાર
કલર્સ ટીવી પર 'બિગ બોસ 15' સમાપ્ત થઈ ગયું છે, પરંતુ દર્શકોને દુઃખી થવાની જરૂર નથી, કારણ કે 'ખતરોં કે ખિલાડી સીઝન 12' કલર્સ ટીવી પર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ શો માટે સ્પર્ધકોની શોધ તો પહેલે થી જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ ખાસ વાત એ છે કે આ શોને તેના ઘણા સ્પર્ધકો મળી ચૂક્યા છે. આ પહેલા શો વિશે સમાચાર આવ્યા હતા કે 'બિગ બોસ 15' પ્રતીક સહજપાલ અને ઉમર રિયાઝ શોમાં જોડાઈ શકે છે. પરંતુ આ બંને સિવાય હવે 'બિગ બોસ 15'નો અન્ય એક સ્પર્ધક શોમાં જોડાયો હોવાના અહેવાલ છે.
'બિગ બોસ 15'નો તે સ્પર્ધક બીજું કોઈ નહીં પણ રાજીવ અડતિયા છે. તેમના નજીકના સૂત્રોએ એક ન્યૂઝ પોર્ટલ ને જણાવ્યું કે રાજીવ અડતિયા આ શોમાં જોવા મળી શકે છે. તેના વિશે વાત કરતાં, સૂત્રએ કહ્યું, "'ખતરો કે ખિલાડી 12'માં રાજીવ અડતિયા પણ જોવા મળશે. શોના નિર્માતાઓ સાથે તેની વાત છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. તે પણ આ શો માટે સંમત થયા છે."તમને જણાવી દઈએ કે રાજીવ અડતિયા વાસ્તવિક જીવનમાં એન્ટરપ્રેન્યોર કમ લાઈફ કોચ છે. તે નીતુ કપૂર, શિલ્પા શેટ્ટી, રિતિક રોશન અને ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સની પણ નજીક છે. રાજીવ અડતિયા સિવાય 'બિગ બોસ 15' નો સ્પર્ધક સિમ્બા નાગપાલ પણ 'ખતરો કે ખિલાડી 12' માં જોડાવા ના સમાચાર છે. જો કે આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
શું અક્ષય કુમાર અને કપિલ શર્મા વચ્ચેનો વિવાદ ઉકેલાયો? જાણો શું કહ્યું કોમેડિયને
કલર્સ ટીવીની બે સંસ્કારી પુત્રવધૂઓ એટલે કે રૂબીના દિલાઈક અને દીપિકા કક્કરને પણ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12 માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે બંને આ શોમાં જોડાવા માટે સંમત થયા છે કે નહીં, તે હજુ જાણવા મળ્યું નથી.