Site icon News Continuous Bureau | Mumbai

‘બિગ બોસ 15’ પછી આ કન્ટેસ્ટન્ટ ખતરાઓ સાથે રમતા જોવા મળશે, રોહિત શેટ્ટીના શોમાં કરી શકે છે એન્ટ્રી; જાણો કોણ છે તે સ્પર્ધક

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,10 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

ગુરૂવાર

કલર્સ ટીવી પર 'બિગ બોસ 15' સમાપ્ત થઈ ગયું છે, પરંતુ દર્શકોને દુઃખી થવાની જરૂર નથી, કારણ કે 'ખતરોં કે ખિલાડી સીઝન 12' કલર્સ ટીવી પર ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ શો માટે સ્પર્ધકોની શોધ તો પહેલે  થી જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ ખાસ વાત એ છે કે આ શોને તેના ઘણા સ્પર્ધકો મળી ચૂક્યા છે. આ પહેલા શો વિશે સમાચાર આવ્યા હતા કે 'બિગ બોસ 15' પ્રતીક સહજપાલ અને ઉમર રિયાઝ શોમાં જોડાઈ શકે છે. પરંતુ આ બંને સિવાય હવે 'બિગ બોસ 15'નો અન્ય એક સ્પર્ધક શોમાં જોડાયો હોવાના અહેવાલ છે.

'બિગ બોસ 15'નો તે સ્પર્ધક બીજું કોઈ નહીં પણ રાજીવ અડતિયા છે. તેમના નજીકના સૂત્રોએ એક ન્યૂઝ પોર્ટલ ને જણાવ્યું કે રાજીવ અડતિયા આ શોમાં જોવા મળી શકે છે. તેના વિશે વાત કરતાં, સૂત્રએ કહ્યું, "'ખતરો કે ખિલાડી 12'માં રાજીવ અડતિયા પણ જોવા મળશે. શોના નિર્માતાઓ સાથે તેની વાત છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી હતી. તે પણ આ શો માટે સંમત થયા છે."તમને જણાવી દઈએ કે રાજીવ અડતિયા વાસ્તવિક જીવનમાં એન્ટરપ્રેન્યોર  કમ લાઈફ કોચ છે. તે નીતુ કપૂર, શિલ્પા શેટ્ટી, રિતિક રોશન અને ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સની પણ નજીક છે. રાજીવ અડતિયા સિવાય 'બિગ બોસ 15' નો  સ્પર્ધક સિમ્બા નાગપાલ પણ 'ખતરો કે ખિલાડી 12' માં જોડાવા ના સમાચાર છે. જો કે આ મામલે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.

શું અક્ષય કુમાર અને કપિલ શર્મા વચ્ચેનો વિવાદ ઉકેલાયો? જાણો શું કહ્યું કોમેડિયને

કલર્સ ટીવીની બે સંસ્કારી પુત્રવધૂઓ એટલે કે રૂબીના દિલાઈક અને દીપિકા કક્કરને પણ ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12 માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે બંને આ શોમાં જોડાવા માટે સંમત થયા છે કે નહીં, તે હજુ જાણવા મળ્યું નથી.

Oscar Awards 2027 Indian Films – ભારતની બે ફિલ્મોએ ઓસ્કારની દોડમાં એન્ટ્રી, ‘ગોંધળ’ અને ‘અંગ’ ફિલ્મોએ વધાર્યું દેશનું માન
 Shraddha Kapoor Eetha Record – રિલીઝ પહેલાં જ શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’એ રચ્યો ઇતિહાસ, ‘જી જી રે જી’ ગીત સાથે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયું
  Pakistani Dramas Ban in India – પાકિસ્તાની કલાકારોના શો પર પ્રતિબંધ મૂકવા સિને વર્કર્સ મેદાને, સોશિયલ મીડિયા પર પણ બહિષ્કારની ઉઠી માંગ
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
Exit mobile version