કોણ છે નમિત મલ્હોત્રા? ‘ઓસ્કર 2022’માં પોતાનો ડંકો વગાડનાર ફિલ્મ ડ્યૂન સાથે છે તેમનું ખાસ કનેક્શન; જાણો વિગત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

94મા એકેડેમી એવોર્ડ્સ ઓસ્કર 2022 માં આ વર્ષે ફિલ્મ ડ્યૂને ઘણા એવોર્ડ જીત્યા છે. આ એવોર્ડ્સમાં ફિલ્મને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો એવોર્ડ પણ મળ્યો હતો. ઘણા લોકો નથી જાણતા કે આ ફિલ્મના VFX પાછળ એક  ભારતીય વ્યક્તિનો હાથ છે.ફિલ્મમાં VFX લંડન સ્થિત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને એનિમેશન કંપની DNEG દ્વારા આપવામાં આવ્યું છે જેના સીઇઓ નમિત મલ્હોત્રા છે જેઓ મૂળ ભારતીય છે. નમિત બોલિવૂડ સાથે પણ સંબંધિત છે. તે પ્રખ્યાત બોલીવુડ નિર્માતા નરેશ મલ્હોત્રાનો પુત્ર અને સિનેમેટોગ્રાફર એમએન મલ્હોત્રાનો પૌત્ર છે.

આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ' પર અરવિંદ કેજરીવાલની ટિપ્પણી પર ગુસ્સે થયા અનુપમ ખેર, કહી આ મોટી વાત; જાણો વિગત

દિગ્દર્શક ડેનિસ વાલ્નોવની સાયન્સ-ફિક્શન ફિલ્મ ડ્યુન માં  ટિમોથી ચલામ, ઝેન્ડાયા મુખ્ય ભૂમિકામાં છે.જેને ખુબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો એવોર્ડ પણ મળ્યો છે અને તેની પાછળ નમિત મલ્હોત્રાની કંપની છે. નમિતની કંપનીએ ડેનિયલ ક્રેગ અભિનીત જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' માટે VFX પણ કર્યું હતું, જે આ વર્ષે ઑસ્કરમાં સમાન કૅટેગરીમાં નામાંકિત થઈ હતી.આ કંપની અત્યાર સુધીમાં 6 વખત ઓસ્કાર એવોર્ડ જીતી ચુકી છે. તેને ઈન્સેપ્શન, ઈન્ટરસ્ટેલર, એક્સ મૈષીના, બ્લેડ રનર, ફર્સ્ટ મેન અને ટેનેટ ફિલ્મો માટે આ એવોર્ડ મળ્યા છે.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે પણ ટ્વીટ કરીને કંપની અને નમિત મલ્હોત્રાને અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વીટ કર્યું, “DNEG VFX અને Animation Studios, CEO નમિત મલ્હોત્રાને, Dunneને શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ કેટેગરીમાં ઓસ્કાર જીતવા બદલ અભિનંદન. એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, ગેમ્સ અને કોમિક્સ ક્ષેત્રે ભારત ઝડપથી નેતૃત્વ તરફ આગળ વધી રહ્યું છે. અમે વધતી માંગ વચ્ચે વિશ્વ સમક્ષ અમારી પ્રતિભા દર્શાવવા માટે તૈયાર છીએ.એક મીડિયા હાઉસને આપેલા જૂના ઈન્ટરવ્યુમાં નમિતે પોતાની કંપનીના નોમિનેશન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, 'તે ખૂબ જ ખાસ લાગણી છે. આ શ્રેણીમાં નામાંકિત થનારી તે પ્રથમ જેમ્સ બોન્ડ ફિલ્મ હતી.બીજી બાજુ, ડ્યૂન તેની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે એક નવો બેન્ચમાર્ક છે. નમિતની કંપનીએ ધ ડાર્ક નાઈટ રાઈઝ, શેરલોક હોમ્સ, ડંકર્ક, અલ્ટેર્ડ કાર્બન, ચેર્નોબિલ, લાસ્ટ નાઈટ ઈન સોહો, ફાઉન્ડેશન જેવી ઘણી હોલીવુડ ફિલ્મો માટે વિઝ્યુઅલ ઈફેક્ટ્સ પર કામ કર્યું છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment