ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જુલાઈ, 2021
ગુરુવાર
બૉલિવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક ઐશ્વર્યા રાય બચ્ચનની ફેન ફોલોઇંગ દુનિયાભરમાં છે. તે બૉલિવુડની સફળ અભિનેત્રીઓમાંની એક છે. પોતાની ઍક્ટિંગના જોરે તે 10થી પણ વધુ ફિલ્મફેર ઍવૉર્ડ માટે નોમિનેટ થઈ ચૂકી છે. વર્ષ 1994માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા પછી તેણે બૉલિવુડમાં આવવું પસંદ કર્યું. ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘દેવદાસ’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ આપીને લોકોને પોતાના દીવાના કરી દીધા. ઐશ્વર્યા રાય પહેલાંની જેમ ભલે ફિલ્મોમાં ઍક્ટિવ ન હોય, પરંતુ કમાણીના મામલામાં આજે પણ તે કેટલીક ઍક્ટ્રેસને ટક્કર આપી રહી છે. કહેવામાં આવે છે કે તેની પાસે પતિ અભિષેક બચ્ચન કરતાં પણ વધારે સંપત્તિ છે. ખબરો પ્રમાણે ઐશ્વર્યા રાય 227 કરોડ રૂપિયાના મૂલ્યની સંપત્તિ ધરાવે છે. ઐશ્વર્યા રાય એક ફિલ્મ માટે લગભગ નવ કરોડ રૂપિયાની ફીસ લે છે. એન્ડોર્સમેન્ટથી પણ તે વર્ષના કરોડો રૂપિયા કમાય છે. તેની વર્ષની કમાઈ લગભગ ૧૫ કરોડ છે. પ્રૉપર્ટીની વાત કરીએ તો ઐશ્વર્યા પાસે દુબઈમાં સેન્ચ્યુરી ફૉલમાં એક આલીશાન વિલા છે, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. ઉપરાંત ઐશ્વર્યા પાસે બાંદ્રામાં એક ભવ્ય ઍપાર્ટમેન્ટ છે, જેની કિંમત ૩૦ કરોડની આસપાસ છે. તેના આ આલીશાન ઍપાર્ટમેન્ટમાં પાંચ બેડરૂમ છે, જોકે તે ક્યારેક જ આ ઍપાર્ટમેન્ટમાં રહેવા જાય છે.
ઐશ્વર્યા પાસે લક્ઝરી કારોનું પણ કલેક્શન છે, પરંતુ કહેવામાં આવે છે કે તેની ફેવરેટ કાર ‘Bentley- CGT’ છે. જે દુનિયાની શાનદાર કારોમાંની એક છે. કારની કિંમત ૩.૬૫ કરોડ રૂપિયા છે. સાથે સાથે જ તેની પાસે મર્સિડીઝ બેન્ઝ S 500 છે. આ કારની કિંમત લગભગ ૨.૩૫ કરોડ રૂપિયા છે. ઐશ્વર્યા પોતાનાં લગ્નને લઈને પણ ઘણી ચર્ચામાં હતી કેમ કે ઐશ્વર્યાને તેના પતિ અભિષેક બચ્ચનથી એક રિંગ ગિફ્ટમાં મળી હતી એ 53 કૅરૅટ સોલિટર ડાયમંડ રિંગની કિંમત 50 લાખ રૂપિયા બતાવવામાં આવી રહી છે. તેનાં લગ્નને લઈને કહેવામાં આવે છે કે ઐશ્વર્યાએ સોનાજડિત સાડી પહેરી હતી, જેની કિંમત ૭૫ લાખ સુધી બતાવવામાં આવી રહી છે.