News Continuous Bureau | Mumbai
હોલિવુડ નો સુપરસ્ટાર આર્નોલ્ડ (Arnold)એક્ટર બનતા પહેલા બોડીબિલ્ડર(bodybuilder) હતો. જેના વિશે તમે નહીં જાણતા હોવ તેવી વાતો આજે અમે તમને કરવા જઈ રહ્યા છે. આર્નોલ્ડના દુનિયાભરમાં કરોડો ફેન્સ(fans) છે, જે તેની એક્ટિંગના કારણે તેણે કમાયા છે. જ્યારે, કેટલાક ફેન્સ તો એવા છે. જેમણે તેને એક્ટર બનવાથી પહેલા એટલે કે તેના બોડીબિલ્ડિંગના સમયથી જ તેના ફેન છે. ત્યારે, ઘણી બધી એવી વાતો છે આર્નોલ્ડની જે તેના ચાહકોને નથી ખબર. આર્નોલ્ડની એવી વાતો જે તમે ક્યાંય સાંભળી નહીં હોય કે વાંચી નહીં હોય.
આર્નોલ્ડે ૭૦ના દાયકામાં પોતાના બોડીબિલ્ડિંગ કરિયર પર ફૂલસ્ટોપ લગાવ્યા બાદ એક્ટર (actor)બન્યો હતો. આર્નોલ્ડ ને બાળપણથી જ એક્ટર બનવું હતું જેના માટે તે માનતો હતો કે બોડીબિલ્ડિંગ જરૂરી છે. જેથી તે એક ચેમ્પિયન બોડીબિલ્ડર બન્યો હતો. અભિનેતાએ ૨૦ વર્ષની ઉંમરે મિસ્ટર યુનિવર્સનું (mister universe)ટાઈટલ જીતી લીધું હતું. આટલી નાની ઉંમરે ટાઈટલ મેળવનાર તે પ્રથમ વ્યક્તિ હતો. આર્નોલ્ડે કુલ ૫ વખત મિસ્ટર યુનિવર્સનું ટાઈટલ મેળવ્યું છે. અને ૩૩ વર્ષની ઉંમરે તેણે રિટાયર્મેન્ટ(retirment) લીધું હતું. આર્નોલ્ડ પોતાની શરૂઆતી ફિલ્મ કરિયરમાં ઘણા બધા સાઈડ રોલ (side role)કર્યા હતા. ત્યારે, એક રોલ માટે તેને ખ્યાતનામ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો. ‘સ્ટે હંગરી’ નામની ફિલ્મ માટે આર્નોલ્ડને આ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ માટે તેણે વેઈટ લોસ કરવું પડ્યું હતું. જેની સિધી અસર તેના બોડીબિલ્ડિંગ પર થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચનની સલાહ સાંભળીને ડરી ગયો શાહરૂખ ખાન-નહોતો બનવા માંગતો સ્ટાર-જાણો બિગ બીએ અભિનેતાને શું કહ્યું
બોડીબિલ્ડિંગ પહેલાં આર્નોલ્ડે ઈંટનો વ્યવસાય(business) શરૂ કર્યો હતો. તેણે ૧૯૬૮માં આ વ્યવસાય શરૂ કર્યો હતો. ૩ દાયકાઓ સુધી ફિલ્મો અને સિરીયલોમાં કામ કર્યા બાદ આર્નોલ્ડે રાજકારણમાં(politics) પણ પ્રવેશ કર્યો હતો. અને તે કેલિફોર્નિયાનો ૩૮મો ગવર્નર (governer)બન્યો હતો. આર્નોલ્ડને ચૂંટણીમાં ૧.૩ મિલીયન મતો મળ્યા હતા. આર્નોલ્ડે ૧ વર્ષ માટે ઓસ્ટ્રિયાની સેનામાં (austriya army)પણ સેવા આપી હતી. જ્યારે, તે ૧૮ વર્ષનો થયો હતો ત્યારે તે આર્મીમાં જાેડાયો હતો. જાેકે, બોડીબિલ્ડિંગના કારણે તેને સેનામાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. કોઈને માનવામાં નહીં આવે પણ ટર્મિનેટર(terminator) ફિલ્મના મેઈન રોલ માટે તે ડાયરેક્ટરની પ્રથમ પસંદ નહોતો. જાેકે, જેમ્સ કેમરન જ્યારે આર્નોલ્ડને મળ્યા ત્યારે તેમના વિચારો બદલાયા હતા.