ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021
શનિવાર
70-80ના દાયકામાં ઘણી અભિનેત્રીઓ હતી જેમને તેમના કામને કારણે ઘણું નામ મળ્યું. તેમાંથી એકનું નામ રાખી ગુલઝાર પણ છે. જેમણે ‘કભી કભી’, શર્મીલી’, ‘લાલ પત્થર’, ‘હીરા પન્ના’, ‘દુસરા આદમી’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ આજે તેઓ ક્યાં છે, શું કરી રહ્યાં છે તે તમે જાણો છો?
ફિલ્મોથી સંપૂર્ણપણે દૂર રહેતી રાખી મુંબઈના પનવેલમાં તેના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહી છે, તે મનોહર સ્થળોએ રહેવાનું પસંદ કરે છે. અભિનેત્રી રાખીને ખેતી કરવાનું પસંદ છે. તેથી તે દિવસનો મોટા ભાગનો સમય ઘરની આસપાસની નાની જગ્યામાં શાકભાજી ઉગાડવામાં, તેમની સંભાળ રાખવા, તેમ જ પાળતુ પ્રાણી ઉછેરવામાં વિતાવે છે.. અને મુંબઈના પ્રદૂષિત વાતાવરણથી દૂર, તે પોતાનું જીવન પ્રકૃતિની નિકટતામાં જીવી રહી છે. 73 વર્ષની થઈ ગયેલી રાખીને આજે ઓળખવી મુશ્કેલ છે.
રાખીએ 1973માં પ્રખ્યાત ગીતકાર ગુલઝાર સાથે લગ્ન કર્યાં, પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યાં નહીં અને તેમના માર્ગો અલગ થઈ ગયા. ખાસ વાત એ છે કે આજ સુધી બંનેએ એકબીજાથી છૂટાછેડા લીધા નથી અને તેઓ પરસ્પર સમજણથી અલગ રહી રહ્યા છે. તેમના સંબંધોમાં અણબનાવનાં ઘણાં કારણો છે, જોકે બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલ્લેઆમ વાત કરી નથી. પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, ગુલઝારની રાખી પ્રત્યેની વર્તણૂક અને ગુલઝારની અનિચ્છા હોવા છતાં ફિલ્મોમાં રાખીનું કામ તેમના સંબંધોમાં તિરાડ ઊભી કરી.
અમિતાભ બચ્ચન એક નાના કલાકાર ને પગે લાગ્યો. આ છે કારણ; ફોટોગ્રાફ વાયરલ થયો