News Continuous Bureau | Mumbai
ટીવી સિરિયલ ‘નાગિન 6’ નાના પડદા પર ધૂમ મચાવી રહી છે. એકતા કપૂરની આ ટીવી સિરિયલમાં તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલના અભિનયને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મોટાભાગની ટીવી સિરિયલોમાં જોવા મળ્યું છે કે વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે મેકર્સ શોમાં નવા પાત્રો લાવે છે.કેટલાક નવા પાત્રો આવતાની સાથે જતેમનો જાદુ ચાલવા લાગે છે, જ્યારે કેટલાક નવા પાત્રો ઇચ્છિત જાદુ કરી શકતા નથી. તેવી જ રીતે, હવે આ ટીવી સિરિયલની વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે નવી એન્ટ્રી થવાની છે.એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શોમાં આ નવી એન્ટ્રી લોકોનું ઘણું મનોરંજન કરશે. હવે કુમકુમ ભાગ્યની અભિનેત્રી નાગિન 6 માં એન્ટ્રી કરવા જઈ રહી છે. તો ચાલો જાણીયે કોણ છે તે અભિનેત્રી
કુમકુમ ભાગ્ય અભિનેત્રી શિખા સિંહ નાગિન 6 માં એન્ટ્રી કરવા જઈ રહી છે. શિખા સિંહ પોતાની પ્રેગ્નન્સીને કારણે નાના પડદાથી દૂર હતી. તે કુમકુમ ભાગ્ય ટીવી સિરિયલમાં આલિયાનું પાત્ર ભજવતી હતી. તેણે આ ટીવી સિરિયલને લગભગ બે વર્ષ પહેલા અલવિદા કહી દીધી હતી. તેણીએ જૂન 2020 માં પુત્રીની માતા બન્યા પછી ગર્ભાવસ્થા પછીનું વજન ઘટાડ્યું.હવે તે નાગિન 6 ટીવી સિરિયલમાં આવવા માટે તૈયાર છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તેણે ખુલાસો કર્યો કે તે નાગિન 6માં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેણે કહ્યું કે તેની પુત્રી અલાયનાને જન્મ આપ્યા બાદ તે હવે એક એક્શનથી ભરપૂર પાત્ર ભજવવા જઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : રાકેશ બાપટ સાથેના બ્રેકઅપ પર શમિતા શેટ્ટીએ તોડ્યું મૌન, જણાવ્યું તેમના સંબંધ નું સત્ય
શિખા સિંહે તેના પાત્ર વિશે વાત કરતા કહ્યું કે તે આ ટીવી સિરિયલમાં પોલીસ મહિલાનો રોલ કરવા જઈ રહી છે. તેણે એ પણ જણાવ્યું કે તેના માટે વજન ઘટાડવું ઘણું મુશ્કેલ હતું. પરંતુ તેણીએ હાર ન માની અને ફિટ બનવા માટે સતત મહેનત કરી. તેણે 2014 થી 2020 સુધી કુમકુમ ભાગ્ય સિરિયલમાં આલિયાનું પાત્ર ભજવ્યું હતું. તેણે મહાભારત, ફુલવા, સસુરાલ સિમર કા અને પવિત્ર રિશ્તા જેવા શોમાં કામ કર્યું છે.