News Continuous Bureau | Mumbai
એક તરફ જ્યાં બોક્સ ઓફીસ(box office) પર સાઉથની ફિલ્મો(South movies) ધૂમ મચાવી રહી છે ત્યારે બીજી તરફ બોલીવૂડની(Bollywood) હાલત હાલ કફોળી જેવી થઇ ગઇ છે, વિરોધના વંટોળ વચ્ચે બોલીવૂડની દરેક ત્રીજી ફિલ્મનો(Bollywood Films) વિરોધ થઇ રહ્યો છે. બોલીવૂડની ફિલ્મને ટ્વીટર(Twitter) પર કોઇને કોઇ વાતને લઇને બાયકોટ ટ્રેંડ(Boycott trend) થવા લાગે છે. ત્યારે ગત શુક્રવારે રિલીઝ થયેલી મિસ્ટર પરફેક્શનિસ્ટ(Mr. Perfectionist) આમિર ખાનની(Aamir Khan) લાલ સિંહ ચઢ્ઢાને(Laal Singh Chadha) લઇને પણ કંઇક આવું જ થયુ છે.
સોશિયલ મીડિયામાં(social media) આ ફિલ્મનો જે પ્રકારે બોયકોટ થઈ રહ્યો છે એને જોતાં લોકો થિયેટરમાં(theater) આ ફિલ્મ જોવા નથી જઈ રહ્યા એટલે ઘણા શો કૅન્સલ(Show Cancel) કરવામાં આવ્યા છે. આમિર ખાન પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થવાથી આઘાતમાં છે. આમિરે જાતે આ ફિલ્મનો કો-પ્રોડ્યુસર(Co-producer) છે. રિપોર્ટ્સના અનુસાર, તેણે આ ફિલ્મ ફ્લોપ થવાની સંપૂર્ણ જવાબદારી પોતાનાં માથે લીધી છે. જોકે, તેણે આ અંગે સત્તાવાર નિવેદન(Official Statement) આપ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હોશમાં ક્યારે આવશે- AIIMS તરફથી આવ્યા નવા અપડેટ- જાણો અહીં
મીડિયા રિપોર્ટ મુજબ આમિર ખાન અને તેની પૂર્વ પત્ની કિરણ રાવના(Kiran Rao) મિત્રએ જણાવ્યું કે, આમિરે લાલ સિંહ ચઢ્ઢા માટે ઘણી મહેનત કરી હતી. આમિરનો પ્રયાસ હતો કે તે ફોરેસ્ટ ગંપના(Forrest Gump) બેસ્ટ વર્ઝનને ઓડિયન્સની સામે લાવે, પરંતુ રિલીઝ પછી લોકોના રિએક્શનની આમિર પર ખરાબ અસર પડી છે. તે આઘાતમાં સરી પડ્યો છે.
લાલ સિંહ ચઢ્ઢા આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ(Most awaited movie) હતી, પરંતુ આમિર અને કરિનાનાં જૂના નિવેદનના કારણે સોશિયલ મીડિયા પર તેને બાયકોટ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો, જેની અસર બોક્સ ઓફિસ પર જોવા મળી. ૧૮૦ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ફર્સ્ટ વિકેન્ડમાં માત્ર ૩૮.૨૧ કરોડ રૂપિયાની કમાણી કરી શકી છે, જ્યારે આમિરની અગાઉની ફિલ્મોએ તેનાથી વધારે કમાણી ફર્સ્ટ ડે પર કરી હતી.