ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જાન્યુઆરી 2022
ગુરૂવાર
બોલિવૂડ અભિનેત્રી લારા દત્તાએ અક્ષય કુમાર અને સલમાન ખાન સાથે કામ કર્યું છે. હાલમાં લારા દત્તા માત્ર પસંદગીના પ્રોજેક્ટ પર જ કામ કરી રહી છે. આવી સ્થિતિમાં તેણે સલમાન ખાન અને અક્ષય કુમાર સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન લારા દત્તાએ અક્ષય કુમાર અને સલમાન ખાનની એવી આદતોનો ઉલ્લેખ કર્યો છે જે તેમના ચાહકો માટે જાણવી મહત્વપૂર્ણ છે.
સલમાન ખાન સાથે લારા દત્તાની પડદા પાછળની મિત્રતા પણ સારી છે. લારા દત્તાએ સલમાન ખાનની એક આદતનો ઉલ્લેખ કર્યો છે. લારા દત્તાએ અંગ્રેજી વેબસાઈટ સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે આજે પણ સલમાન અભિનેત્રીને રાત્રે 12 વાગે ફોન કરે છે.લારા દત્તાએ કહ્યું કે આજે પણ સલમાન ખાન મને રાત્રે 12 વાગ્યા પછી અડધી રાત્રે ફોન કરે છે. સલમાન ખાન તે જ સમયે ઉઠે છે. અને તેજ સમય હોય છે જયારે હું સલમાન નો કોલ રિસીવ કરું છું.લારા દત્તાએ અક્ષય કુમાર વિશે કહ્યું કે તે હજુ પણ બધા કરતા વહેલી સવારે ઉઠે છે. લારા દત્તાએ કહ્યું કે સલમાન ખાન અને અક્ષય કુમાર બંનેની આ આદતો છે જે વર્ષોથી બદલાઈ નથી.
મેકર્સે ફરી બદલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ની રિલીઝ ડેટ, જાણો તેની પાછળ શું છે કારણ
તમને જણાવી દઈએ કે લારા દત્તાએ વર્ષ 2003માં અક્ષય કુમાર સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.લારા દત્તાએ અક્ષય કુમારની સામે ફિલ્મ અંદાજમાં ડેબ્યુ કર્યું હતું. બંને વર્ષ 2021માં આવેલી ફિલ્મ બેલબોટમ માં પણ સાથે જોવા મળ્યા હતા. જ્યાં લારા દત્તાના લુકના ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મમાં લારા દત્તાએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની ભૂમિકા ભજવી હતી.લારા દત્તાએ સલમાન ખાન સાથે નો એન્ટ્રી અને પાર્ટનર જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.