ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
બૉલિવુડ અને ક્રિકેટનો સંબંધ વર્ષો જૂનો છે. ઘણી વાર ભારતીય ટીમના ક્રિકેટરો બૉલિવુડની સુંદરીઓ પર ફિદા થઈ જતા હોય છે. ઘણા એવા ક્રિકેટર છે જેઓ બૉલિવુડની સુંદરીઓને ડેટ કરી ચૂક્યા છે. આમાંના મોટા ભાગના સ્ટાર્સે બ્રેકઅપનો સામનો કર્યો હતો. આ રિપૉર્ટમાં અમે તમને એવા ક્રિકેટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની લવ સ્ટોરી પૂરી થઈ શકી નથી.
રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહ
વર્ષ 1980માં રવિ શાસ્ત્રી અને અભિનેત્રી અમૃતા સિંહના પ્રેમપ્રકરણના સમાચારે ભારે સનસનાટી મચાવી હતી. એ દિવસોમાં રવિ શાસ્ત્રીને ચીયર કરવા અમૃતા સ્ટૅડિયમ પર પહોંચી જતી હતી. વર્ષ 1986માં સમાચાર આવ્યા કે રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. સગાઈના થોડા સમય બાદ રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહનું બ્રેકઅપ થઈ ગયું. આ સાથે જ રવિ શાસ્ત્રી અને અમૃતા સિંહની પ્રેમકહાની કાયમ માટે અધૂરી રહી ગઈ.
એમ. એસ. ધોની અને દીપિકા પાદુકોણ
વર્ષો પહેલાં એમ. એસ. ધોની અને દીપિકા પાદુકોણનું નામ પણ એકસાથે જોડાઈ ચૂક્યું છે. કહેવાય છે કે બંનેને એકબીજા સાથે સમય વિતાવવાનું પસંદ હતું. એ સમયે દીપિકા પાદુકોણે તેની કારકિર્દીની શરૂઆત જ કરી હતી. જોકે એમ. એસ. ધોની અને દીપિકા પાદુકોણે આ સંબંધ વિશે ક્યારેય ખૂલીને વાત કરી નથી.
યુવરાજ સિંહ અને કિમ શર્મા
વર્ષો પહેલાં યુવરાજ સિંહ અને કિમ શર્માની લવ સ્ટોરીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. યુવરાજ સિંહ અને કિમ શર્માની પહેલી મુલાકાત એક ઍડના શૂટિંગ દરમિયાન થઈ હતી. ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડવા લાગ્યાં. એ દરમિયાન યુવરાજ સિંહ અને કિમ શર્માનાં લગ્નના સમાચાર પણ સામાન્ય થઈ ગયા હતા. ત્યાર બાદ યુવરાજ સિંહ અને કિમ શર્માનું બ્રેકઅપ થઈ ગયું.
સૌરવ ગાંગુલી અને નગમા
સૌરવ ગાંગુલી અને નગમાની પહેલી મુલાકાત 1999ના વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી. એ સમયે સૌરવ ગાંગુલીનાં લગ્ન થઈ ગયાં હતાં. મીડિયા રિપૉર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે નગમાના સંબંધોને કારણે સૌરવ ગાંગુલીની અંગત અને પ્રોફેશનલ લાઇફ પર અસર થવા લાગી હતી. નગમાના કારણે સૌરવ અને તેની પત્ની વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી ગઈ હતી. મામલો એટલો બગડ્યો હતો કે બંને છૂટાછેડા લેવાનાં હતાં. થોડા સમય પછી સૌરવ ગાંગુલી અને નગમા એકબીજાથી અલગ થઈ ગયાં.
રોહિત શર્મા અને સોફિયા હયાત
રોહિત શર્મા ‘બિગ બૉસ’ સ્ટાર સોફિયા હયાતને ડેટ કરી ચૂક્યો છે. સોફિયા હયાતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. સોફિયા હયાતે દાવો કર્યો હતો કે તેણે રોહિત શર્માને ડેટ કરી છે. સોફિયાએ જણાવ્યું હતું કે તે રોહિત શર્માને લંડનની એક હૉટેલમાં મળી હતી, જ્યાં રોહિત શર્માએ તેને કિસ કર્યા બાદ ડાન્સ કર્યો હતો. રોહિત શર્માએ તેના મિત્રોની સામે સોફિયા હયાતને પોતાની ફેન કહી હતી. આનાથી સોફિયા હયાત એટલી નારાજ થઈ ગઈ કે તેણે રોહિત શર્મા સાથે બ્રેકઅપ કરી લીધું.
રિષભ પંત અને ઉર્વશી રૌતેલા
ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બૅટ્સમૅન રિષભ પંત અને બૉલિવુડ ઍક્ટ્રેસ ઉર્વશી રૌતેલાનું નામ વર્ષ 2019થી જોડાઈ રહ્યું હતું. જોકે બંનેએ આ મુદ્દે ક્યારેય ખૂલીને વાત કરી નથી. રિષભ પંત અને ઉર્વશી રૌતેલા એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને રિષભ પંતે ઉર્વશી રૌતેલા સાથેનો વ્હૉટ્સઍપ બ્લૉક કરી દીધો. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સે રિષભ પંત અને ઉર્વશી રૌતેલાની ખૂબ મજાક ઉડાવી હતી.
સુરેશ રૈના અને શ્રુતિ હસન
સુરેશ રૈના અને શ્રુતિ હસન એક કૉમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. સુરેશ રૈના અને શ્રુતિ હસન વચ્ચે IPL દરમિયાન પ્રેમપ્રકરણ શરૂ થયું હતું. સુરેશ રૈનાએ શ્રુતિ હસનને પોતાનો લકી ચાર્મ માનવાનું શરૂ કર્યું. શ્રુતિ હસનની હાજરીમાં સુરેશ રૈનાએ ઘણી મૅચો જીતી હતી. જોકે સુરેશ રૈના અને શ્રુતિ હસનનો આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. બાદમાં સુરેશ રૈના અને શ્રુતિ હસને પણ ડેટિંગના સમાચારને રદિયો આપ્યો હતો.
વિરાટ કોહલી અને તમન્ના ભાટિયા
વર્ષ 2012માં વિરાટ કોહલીએ સાઉથની સુપરસ્ટાર તમન્ના ભાટિયાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેની મુલાકાત એક ઍડના સેટ પર થઈ હતી. વિરાટ કોહલી અને તમન્ના ભાટિયાએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખૂલીને વાત કરી નથી.
કપિલ દેવ અને સારિકા
એક સમય હતો જ્યારે બૉલિવુડ અભિનેત્રી સારિકા ભારતીય ક્રિકેટર કપિલ દેવના પ્રેમમાં પાગલ હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં. કહેવામાં આવી રહ્યું હતું કે બંને જલદી લગ્ન કરવાનાં છે. જોકે આ બંનેની લવ સ્ટોરી પણ ક્યારેય પૂરી થઈ શકી નહીં.