ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૦ જુલાઈ ૨૦૨૧
શનિવાર
બૉલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતના OTT ડેબ્યૂ અંગે ઘણા મહિનાઓથી રિપૉર્ટ્સ આવી રહ્યા છે. માધુરી નેટફ્લિક્સની ડ્રામા સિરીઝ ‘ફાઇન્ડિંગ અનામિકા’થી OTT ડેબ્યુ કરવા જઈ રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ સિરીઝ સિવાય માધુરીએ અન્ય OTT પ્રોજેક્ટ ઉપર પણ સહી કરી છે. એવા અહેવાલ છે કે માધુરી દીક્ષિતે OTT પ્લૅટફૉર્મ ઍમેઝોન પ્રાઇમ વીડિયો માટે ફીચર ફિલ્મ સાઇન કરી છે.
કરિયરના પિક પર સ્ટાર્સને જે ફીસ નસીબ થઈ તેના કરતાં આજકાલ તેને OTT પર સિરીઝ કરવામાં મળી રહી છે. આ જ કારણ છે કે સ્ટાર્સ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર વિવિધ રીતે જોડાઈ રહ્યા છે. ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત પણ આ લિસ્ટમાં સામેલ થવા જઈ રહી છે. તાજેતરમાં જ માધુરી દીક્ષિતની પહેલી વેબ સિરીઝ વિશે એક માહિતી સામે આવી છે. માધુરી દીક્ષિત કરણ જોહરની કંપની માટે પ્રથમવાર ડિજિટલ પર પ્રવેશ કરવા જઈ રહી છે. અહેવાલ અનુસાર, માધુરીને તેની પહેલી વેબ સિરીઝ માટે ઘણી ભારે ફી મળી છે. સમાચારો અનુસાર કરણ જોહરની ડિજિટલ કન્ટેન્ટ પ્રોડક્શન કંપની માધુરી દીક્ષિત વિશે એક સિરીઝ બનાવવા જઈ રહી છે. આ સિરીઝનું નામ ખૂબ જ વિશેષ બનવા જઈ રહ્યું છે. આ સાથે, બેજોય નામ્બિયાર અને કરિશ્મા કોહલી આ સિરીઝનું નિર્દેશન કરી શકે છે. માધુરી દિક્ષિતની સિરીઝનું પ્રસારણ ઍમેઝોન પ્રાઇમ પર કરવામાં આવશે. માધુરી દીક્ષિતની આ વેબ સિરીઝ પારિવારિક ડ્રામા હશે. તેનું નામ ફિલ્મ ‘દીવાર’ના સંવાદ ‘મેરે પાસ મા હૈ’ દ્વારા પ્રભાવિત થશે. તે સ્પષ્ટ છે કે નામની જેમ, આ સિરીઝ પણ વિશેષ બનવાની છે.
'બૅન્ગ-બૅન્ગ’ અને ‘વૉર’ બાદ હવે સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી પહેલી એરિયલ ઍક્શન ફિલ્મ ‘ફાઇટર’ માં પ્રથમ વાર જોવા મળશે આ જોડી
જોકે માધુરી ઘણા લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ તે ઘણા રિયાલિટી ડાન્સિંગ શોને ન્યાય આપી રહી છે. આજકાલ અભિનેત્રી શો ડાન્સ દીવાનામાં જજ તરીકે જોવા મળી રહી છે.