મનોરંજન

મહિમા ચૌધરી : લિયેન્ડર પેસ સાથે બ્રેક અપ, બે વખત મિસકેરેજ છે, હવે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અભિનેત્રી

Sep, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

 

મહિમા ચૌધરીએ ફિલ્મ પરદેસથી બૉલિવુડમાં પ્રવેશ કર્યા બાદ ચાહકોનાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. આ પછી તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી, પરંતુ તે ફ્લોપ સાબિત થઈ હતી. મહિમાની કારકિર્દી ધાર્યા મુજબ હિટ થઈ શકી નહોતી. ખરેખર, મહિમા વ્યાવસાયિક જીવન પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરી શકતી હતી, કારણ કે તેનું અંગત જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હતું, જેના કારણે મહિમાએ 2010માં અભિનયમાંથી બ્રેક લેવો પડ્યો હતો. મહિમા પહેલાં ટેનિસ સ્ટાર લિયેન્ડર પેસ સાથે લાંબા સંબંધમાં હતી, પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

આ પછી 2006માં મહિમાએ કોલકાતાસ્થિત આર્કિટેક્ટ સાથે લગ્ન કર્યાં અને તેનું ઘર વસાવ્યું, જેનું નામ બૉબી મુખર્જી હતું. એક વર્ષ પછી 2007માં, મહિમાએ પુત્રી આર્યનને જન્મ આપ્યો. લગ્નનાં થોડાં વર્ષ પછી, બૉબી અને મહિમાના વૈવાહિક જીવનમાં અણબનાવ આવ્યો. ખરાબ સંબંધોને કારણે મહિમાને બે કસુવાવડ પણ થઈ હતી. ત્યાર બાદ તેણે બૉબીથી છૂટાછેડા લીધા હતા. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં મહિમાએ તેના છૂટાછેડા અને બે કસુવાવડ વિશે વાત કરી છે.

મુનમુન દત્તા પછી ટપ્પુએ મીડિયાને આડા હાથે લીધું; કહી આ વાત

એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં મહિમા ચૌધરીએ કહ્યું, 'હું મારાં લગ્ન દરમિયાન મને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ વિશે પરિવાર અને મિત્રો સાથે વાત કરવાનું ટાળતી હતી. તમે દેખીતી રીતે તમારાં માતાપિતાને કહો નહીં, તમે તમારી આસપાસના લોકોને કહેતા નથી, કારણ કે તમને લાગે છે કે 'ઓહ, તે એક મુદ્દો હતો'. મારે બીજું બાળક જોઈતું હતું અને કસુવાવડ થઈ હતી. આ પછી બીજી કસુવાવડ થઈ. આ બધું એટલા માટે થઈ રહ્યું હતું કારણ કે હું એ જગ્યામાં ખુશ ન હતી. મહિમાએ આગળ કહ્યું, 'દર વખતે હું બહાર જઈને કોઈ કાર્યક્રમ કે શોનો ભાગ બનવા માગતી હતી, પરંતુ હું મારા બાળકને છોડવા અને બે દિવસ રહેવા માટે મારી માતાના ઘરે આવતી હતી, જે દરમિયાન મને ખૂબ જ આરામદાયક લાગતું હતું. મારા પતિ પણ આ મુશ્કેલ સમયમાં મારી સાથે નહોતા.તે મારા માટે  ખૂબ જ મુશ્કેલ સમય હતો. હું મારાં માતા-પિતા પાસે શિફ્ટ થઈ. પછી માતાની તબિયત પણ બગડી. ફિલ્મ દિલ ક્યા કરેના શૂટિંગમાંથી પરત ફરતી વખતે મહિમાનો અકસ્માત થયો હતો, ત્યાર બાદ તેને ફિલ્મોમાંથી બ્રેક લેવો પડ્યો હતો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )