ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જાન્યુઆરી 2022
શનિવાર
સુશાંત સિંહ રાજપૂતના મોતના આટલા દિવસો બાદ ફરી એકવાર ડ્રગ્સનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
મીડિયા પ્રકાશિત અહેવાલો મુજબ સુશાંત સિંહ રાજપૂતના પડોશમાં રહેતા એક વ્યક્તિની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ધરપકડ કરી છે.
ગુપ્તચર એજન્સીનું કહેવું છે કે બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો પાડોશી ફ્લેકો છેલ્લા નવ મહિનાથી ફરાર હતો.
હવે આ મામલામાં ડ્રગ્સ પેડલરનું નામ સામે આવ્યા બાદ અને તેની ધરપકડ બાદ ઘણા અન્ય નામો પણ સામે આવે તેવી આશંકા વર્તાઈ રહી છે.
કારણ કે NCB ટૂંક સમયમાં ફ્લાકોની પૂછપરછ કરવા જઈ રહી છે, જેથી આ કેસમાં અન્ય ચહેરા પણ સામે આવી શકે છે, જેના વિશે લોકો હજુ સુધી જાણતા નથી.
નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં NCB દ્વારા 8 સપ્ટેમ્બર, 2020ના રોજ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારની ચિંતા વધી, આ શહેરમાં ઓમીક્રોનનો કહેર; એક જ દિવસમાં આવ્યા આટલા નવા કેસ