ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 નવેમ્બર 2021
ગુરૂવાર
પોતાની સુંદરતા આખી દુનિયામાં લહેરાવ્યા બાદ હવે મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ'માં સંયોગિતાના રોલમાં સ્ક્રીન પર જોવા મળશે. પરંતુ સંયોગિતા બનતા પહેલા જ માનુષીએ હોટ બેબ બનીને ચાહકોના દિલ પર તીર મારવાનું શરૂ કરી દીધું છે. માનુષીએ રેડ મોનોકીની માં દરિયા કિનારે હોટ પોઝ આપ્યા છે.
માનુષી છિલ્લરની બે તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને હેડલાઈન્સ બનાવી રહી છે. આ તસવીરોમાં પૂર્વ મિસ વર્લ્ડનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.માનુષી છિલ્લરની જે તસવીરો વાયરલ થઈ રહી છે તે માલદીવની છે. આ દિવસોમાં તે માલદીવમાં વેકેશન માણી રહી છે.
આ તસવીરોમાં માનુષી રેડ કલરની મોનોકીની માં દરિયા કિનારે હોટ પોઝ આપતી જોવા મળી રહી છે. એક તસવીરમાં તે બીચ પર સૂઈને લોકોને દિવાના બનાવી રહી છે. બે દિવસ પહેલા પણ માનુષીએ રેડ કલરની મોનોકિની પહેરીને બીચ પર હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, માનુષી છિલ્લર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર બની રહેલી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ 'પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ અને માનુષી છિલ્લર સંયોગિતાના રોલમાં જોવા મળશે.
બબીતાજી પછી હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ની આ અભિનેત્રીએ ખરીદ્યું નવું ઘર ; જાણો વિગત