News Continuous Bureau | Mumbai
ફિલ્મ RRR માં પોતાની શાનદાર એક્ટિંગથી સાઉથ ફિલ્મો(South Film Industry)ના એક્ટર રામ ચરણે(Ram Charan) લોકોનું દિલ જીતી લીધું. માત્ર ભારતીય સેલિબ્રિટી(Indian celebNo Time To Dierities) જ નહીં પણ હોલીવુડના દિગ્ગજ કલાકારો(Hollywood celebrities) પણ તેમની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. રાજમૌલી(Rajmouli)ની આ ફિલ્મમાં રામ ચરણ એક ફ્રીડમ ફાઈટર(Freedom fighter)ના રોલમાં જોવા મળ્યા હતા. જે બાદ હવે માર્વલના ક્રિએટર્સ(Marvels creators) પણ આ વાત સાથે સહમત થયા છે કે, સાઉથ એક્ટર રામ ચરણ આગલા જેમ્સ બોન્ડ(James Bond) હોય શકે છે. જણાવી દઈએ કે, જેમ્સ બોન્ડનો રોલ કોણ નિભાવશે તેની ચર્ચાઓ થઈ રહી છે.
ડેનિયલ ક્રેગે(Daniel Craig) વર્ષ ૨૦૨૧ની ફિલ્મ ‘નો ટાઈમ ટૂ ડાઈ’(No Time To Die)માં અભિનય કર્યા બાદ જેમ્સ બોન્ડની ફ્રેન્ચાઈઝી(Franchise) છોડી દીધી હતી. જે બાદ આગલા જેમ્સ બોન્ડ હશે તેને લઈને અફવા(Rumours)ઓની સાથે સાથે અટકળોએ જોર પકડ્યું છે. માર્વના લ્યૂક કેજના નિર્માતા ચેઓ હોદરી કોકે આ ખબર નિવેદન આપતા કહ્યું કે, રામ ચરણ આ કિરદાર માટે એક બહેતર દાવેદાર હોય શકે છે.
આ સમાચાર પણ વાંચો : રસ્તાના કિનારે વિચિત્ર વર્તન કરીને નેટિઝન્સ ના નિશાના પર આવી ઉર્ફી જાવેદ- જુઓ અભિનેત્રીનો વાયરલ વિડીયો
ચેઓએ બુધવારે આગલા જેમ્સ બોન્ડ માટે પોતાની પસંદની વાત કરતાં ટિ્વટર પર ઘણા નામો જાહેર કર્યા છે. આ નામોમાં અભિનેતા ઈદરીસ એલ્બા, સોપ ડિરિસુ, મેથ્યૂ ગોડે અને ડેમસન ઈદરીસ શામેલ છે. આ ટ્વીટમાં રામ ચરણનું નામ પણ હતું. આ ટ્વીટ પર તમામ લોકોએ રિએક્ટ કર્યું છે. તેના થોડા સમય બાદ ચેઓએ પુછ્યું કે, અહીં કેટલા લોકો રામ ચરણના ફેન્સ છે.
Ram charan can be next james bond. #ManofmassesRamcharan #RC15 #RRRMoive #RRRinJapan #RRR pic.twitter.com/pikWjuvOpp
— #RC15 (@VasanthAlways) July 27, 2022
આ ટ્વીટ બાદ ચેઓએ રામ ચરણને પસંદ કરવા પાછળનું કારણ જણાવતા ટિ્વટર પર એક વધુ પોસ્ટ કરી. તેમને લખ્યું કે, ઓહ, આ તો જલદી વાયરલ થઈ ગયું. તમામ એક્ટર ઈદરસને જાણે છે. મારા વિચાર મુજબ, સ્નોફોલમાં ડેમસન, ધ ઓફરમાં મેથ્યૂ જી અને RRRમાં રામ. આ તમામ આના લાયક છે. ચેઓના ટ્વીટનો જવાબ આપતા રામ ચરણના ફેન્સે અભિનેતાને ટોલીવુડનો કિંગ કહ્યું. સાથે જ ફેન્સે રામ ચરણની ફિલ્મ ઇઇઇના ઘણા વીડિયોઝ અને ફોટો શેર કર્યા. એટલું જ નહીં પણ ઘણા ફેન્સે તો રામ ચરણને જેમ્સ બોન્ડવાળા પોસ્ટર પણ જાહેર કર્યું છે. આ પહેલાં ગાર્ડિંયંસ ઓફ ધ ગૈલેક્સીના નિર્દેશક જેમ્સ ગન અને ડોક્ટર સ્ટ્રેંજના નિર્દેશક સ્કોટ ડેરિકસનને પણ RRRના વખાણ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : જેઠાલાલ થી લઇ ને બાપુજી સુધી 14 વર્ષ માં આટલી બદલાઈ ગઈ છે શોની કાસ્ટ -તમે જોઈને હેરાન થઈ જશો-જુઓ ફોટોગ્રાફ્સ