News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાની(Bollywood actress Neena Gupta) દીકરી મસાબા ગુપ્તા(Masaba Gupta) બોલિવૂડમાં એક અલગ જ ઓળખ ધરાવે છે. મસાબા સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ એક્ટિવ છે અને સાથે જ તે બોલિવૂડની સૌથી મોટી ફેશન ડિઝાઈનર(Fashion designer) તરીકે જાણીતી છે. તાજેતરમાં તમે તેને મસાબા-મસાબા સીઝન 2(Masaba-Masaba Season 2) માં જોઈ જ હશે. મસાબા ગુપ્તાએ પોતાની મહેનતના કારણે ઇન્ડસ્ટ્રીમાં એક ફેમસ ફેશન ડિઝાઇનર તરીકે પોતાની જાતને સ્થાપિત કરી. 'મસાબા મસાબા' વેબ સિરીઝને(web series) લોકોનો ઘણો પ્રેમ મળ્યો. મસાબા પોતાની ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખે છે. સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરોમાં તે પરફેક્ટ મોનોકીની બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે તેની પાસે 99 સ્વિમસૂટ છે.
મસાબાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ(Instagram account) પરથી મોનોકીનીમાં ચાર તસવીરો શેર કરી છે અને એક તસવીરમાં તે તેની ફ્રેન્ડ શેફ પૂજા ઢીંગરા(Friend Chef Pooja Dhingra) સાથે જોવા મળી રહી છે. મસાબાના અનેક ગ્લેમરસ લુક્સને(glamorous looks) એકસાથે જોઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા. એક તસવીરમાં તે બ્લેક મોનોકિની પહેરેલી જોઈ શકાય છે. તસવીરમાં તે તેના ચહેરાની સામે ફોન સાથે સેલ્ફી લઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : સ્ટાર પ્લસની નંબર વન સિરિયલ અનુપમા થી ચાહકો થયા નારાજ છે-આ કારણોસર સોશિયલ મીડિયા પર સ્ટોરી બદલવાની કરી રહ્યા છે માંગ
બીજી તસવીરમાં, મસાબા નિયોન કલરના(Neon color) સ્વિમસૂટમાં પોઝ આપતી જોવા મળે છેસાથે તેને બ્લેક કલર ના ગોગલ્સ પણ પહેર્યા છે.
ત્રીજી તસવીરમાં તેણે બ્રાઉન મોનોકિની પહેરી છે. અને કાચ સામે ઉભી રહી ને સેલ્ફી પાડતી જોવા મળી રહી છે.
ચોથી તસવીરમાં તે યેલ્લો મોનોકીની માં પોતાના શરીરને ફ્લોન્ટ કરી રહી છે.