મનોરંજન

મળો ટપ્પુ સેનાના તોફાની 'ગોલી હાથી'ને, જેમના કારણે જેઠાલાલ બબિતાજીને મળવા અસમર્થ છે

Sep, 15 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

બુધવાર

 

સબ ટીવી પર આગામી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઆ દિવસોમાં ચર્ચમાં છે. એનું કારણ બબિતાજી એટલે કે મુનમુન દત્તા અને ટપ્પુ એટલે કે રાજ અનાદકટની ડેટિંગના સમાચાર છે. જોકે બંનેએ ડેટિંગના સમાચાર પર ઘણો ગુસ્સો કાઢ્યો અને સમાચારને ખોટા ગણાવ્યા છે. તારક મહેતા...શોની વાત કરીએ તો તેના દરેક પાત્રો પોતાનામાં ખાસ છે. ગોકુલધામ સોસાયટીમાં રહેતા લોકો એકબીજા સાથે ભાઈચારામાં રહે છે. ટપ્પુ સેનાની વાર્તા અનોખી છે. ટપ્પુ, સોનુ, ગોલી, ગોગી, પિંકુ આમાં છે, એથી તેઓ પોતાની કલાથી ચાહકોનાં દિલ જીતી લે છે.

આજે આપણે વાત કરીશું ટપ્પુ સેનાના સભ્ય ગોલી હાથીની. ગોલી ડૉ. હાથીનો પુત્ર છે અને ખાવા માટે પ્રખ્યાત છે. વળી, જેઠાલાલ અને તેમના ચાહકો તેમને ખૂબ પસંદ કરે છે. ગોલી અત્યંત તોફાની છે. તારક મહેતા...માં ગોલીની ભૂમિકા ભજવનાર બાળકલાકારનું નામ કુશ શાહ છે. કુશ શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ રહ્યો છે. તેને શોમાં કામ કર્યાને 13 વર્ષ થઈ ગયાં છે. આ દરમિયાન તેનો લુક પણ ઘણો બદલાઈ ગયો છે. ગોલી અને જેઠાલાલની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી છે.

એક સામાન્ય માણસે અમીર ખાનની ઠેકડી ઉડાડી : કહ્યું જે પોતાની પત્ની સાથે વફાદાર નથી તે મારા પૈસા સાથે કઈ રીતે વફાદાર રહેશે?

તમને જણાવી દઈએ કે તારક મહેતા…’ શો બાદ કુશ શાહનું જીવન બદલાઈ ગયું. એક ઇન્ટરવ્યૂમાં કુશે કહ્યું હતું કે પહેલાં લોકો કે મારા સંબંધીઓ મને મારા નામથી બોલાવતા હતા, પરંતુ મેં શો કરવાનું શરૂ કર્યું ત્યારથી તેઓ મને ગોલીના નામથી બોલાવે છે. ગોલી 24 વર્ષનો છે. ગોલી એટલે કે કુશે આ શોમાં બાળકલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. કુશે ઘણી ટૂંકી ફિલ્મમાં પણ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે કુશ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ છે. તાજેતરમાં કુશે તેની બાળપણની તસવીર શૅર કરી હતી, જે ખૂબ વાયરલ થઈ હતી. 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )