ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર
ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ પર અજાણ્યા માસ્કધારીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ કરી હતી. તેની ફરિયાદને પગલે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવારમેન્ટ મિનિસ્ટર રામદાસ આઠવલે તેના ઘરે મળવા પહોંચી ગયા હતા. અભિનેત્રી સાથે મુલાકાત બાદ રામદાસ આઠવલેએ સોશિયલ મીડિયા પર અભિનેત્રી પર થયેલા હુમલાને વખોડી કાઢયો હતો. તેમજ તેને પોલીસ સંરક્ષણ આપવાની માગણી પણ કરી હતી. પાયલ ઘોષ ઓક્ટોબર 2020માં રામદાસ આઠવલેની રિપ્બિલકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં જોડાઈ હતી. પાયલ પાર્ટીની મહિલા વિંગની ઉપાધ્યક્ષ છે. 2014માં અભિનેત્રી રાખી સાવંત પણ આ પદ પર રહી ચૂકી હતી.
બચ્ચને ફિલ્મ માટે ના પાડી એટલે સલીમ અને જાવેદની જોડી છૂટી પડી. જાણો રસપ્રદ વાત
દક્ષિણની અમુક ફિલ્મોમાં પાયલ ઘોષે કામ કર્યું છે. તો 2017માં આવેલી પટેલ પંજાબકી શાદીમાં પણ તેણે કામ કર્યું હતું. 2013માં તેણે પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. હાલમાં જ અનુરાગે કોર્ટમાં ઘટના સમયે તેઓ શ્રીલંકામાં શુટિંગમાં હોવાનું સાબિત કર્યું હતું. પાયલે તેના પર થયેલા હુમલા બાબતે કહ્યું હતું કે તે મેડિકલ સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર લોખંડના રોડથી વાર કર્યો હતો. તે ચિલ્લાવતા હુમલાખોરો ભાગી ગયા હતા, પરંતુ તેમના હાથમાં એસિડની બાટલી હતી.