ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ડિસેમ્બર 2021
મંગળવાર
મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા આ વર્ષે તાજેતરમાં ઇઝરાયેલમાં યોજાઇ હતી. આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 79 થી વધુ સુંદર સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ મિસ યુનિવર્સ 2021નો તાજ ભારત આવ્યો. ચંદીગઢના હરનાઝ સંધુએ ટાઈટલ જીતીને ભારતનું માથું ગર્વ થી ઊંચું કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ ઈવેન્ટમાં અન્ય જજ ની સાથે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા પણ જજ હતી. આ દરમિયાન ઉર્વશીએ ખૂબ જ લક્ઝુરિયસ અને મોંઘો ડ્રેસ પહેર્યો હતો.તમને જાણીને નવાઈ લાગશે કે આ ડ્રેસની કિંમતમાં નાના શહેરોમાં ફ્લેટ સરળતાથી ખરીદી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ડ્રેસની કિંમત 40 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ઉર્વશી માઈકલ સિન્કોના ડિઝાઈનર હૉલ્ટર ડીપ નેક અને ઑફ શૉલ્ડર શૅમરી બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હેડ કવર સ્લીવ્ઝ સાથે જોડાયેલ હતું.
ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ઇવેન્ટ સાથે સંબંધિત તેના ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. ફેન્સની સાથે સેલેબ્સે પણ તેના ફોટા પર જોરદાર કમેન્ટ કરી હતી. તમને જણાવી દઈએ કે ઉર્વશીએ પોતાના કરિયરમાં બહુ ફિલ્મો કરી નથી અને ન તો તેને અભિનેત્રી તરીકે વધારે સફળતા મળી છે.પરંતુ તે હજુ પણ લાઈમલાઈટમાં છે. વર્ક ફ્રન્ટ પર, ઉર્વશી એક મોટા બજેટની સાયન્સ ફિક્શન તમિલ ફિલ્મ સાથે તેની તમિલ કારકિર્દીની શરૂઆત કરશે, જેમાં તે માઇક્રોબાયોલોજિસ્ટ અને આઈઆઈટીયનની ભૂમિકા ભજવતી જોવા મળશે.
આ કારણ થી આલિયા ભટ્ટને ‘RRR’ માં કરવામાં આવી છે કાસ્ટ, એસએસ રાજામૌલી એ કર્યો ખુલાસો; જાણો વિગત
હરનાઝ સંધુ ટાઈટલ જીત્યા બાદ પોતાના અનુભવ અને ભાવિ આયોજન વિશે વાત કરે છે. ઇન્ટરવ્યુ દરમિયાન, તેણે જણાવ્યું કે જ્યારે સ્ટેજ પર તેના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તે કેવું અનુભવી રહી હતી. તેણીએ કહ્યું- હું રડી હતી કારણ કે 21 વર્ષ પછી ભારતને તાજ મળી રહ્યો હતો અને હું એટલી લાગણીશીલ થઈ ગઈ કે મારે તેને બહાર કાઢવી પડી અને હું મારી જાતને રોકી શકી નહીં. જણાવી દઈએ કે આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કામાં 79 થી વધુ સુંદર સ્પર્ધકોએ ભાગ લીધો હતો.